Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મોરબી જીલ્લામાં સાત સ્થળે મત ગણતરીનો પ્રારંભઃ કોણ જીતશે અને કોણ હારશે આજે ફેંસલો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨:  જીલ્લામાં આવતી સ્થાનિક સ્વરાજયની ૨૩૦ બેઠક પર મતદાન થયા બાદ આજે મત ગણતરી શરુ કરવામાં આવી છે મોરબી જીલ્લામાં વિવિધ સ્થળે મત ગણતરી પ્રારંભ કરાયો છે જેમાં મોરબી ખાતે પોસ્ટલ બેલેટથી મત ગણતરી શરૂ કરાઈ છે.

મોરબી જીલ્લામાં મોરબીની વીસી હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના વોર્ડ નં ૦૧ થી ૭ ની ૨૮ બેઠકોની મતગણતરી કરાશે જયારે વોર્ડ ૦૮ થી ૧૩ ઉપરાંત મોરબી તાલુકામાં આવતી જીલ્લા પંચાયતની ૦૮ બેઠક અને મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકોની મત ગણતરી પોલી ટેકનીક કોલેજ દ્યૂટું ખાતે યોજાશે જયારે માળિયા નગરપાલિકાના ૦૬ વોર્ડની ૨૪ બેઠકની મત ગણતરી માળિયા આઈટીઆઈ પીપળીયા ચાર રસ્તા ખાતે થશે જયારે મોર્ડન સ્કૂલ મોટી બરાર ખાતે તાલુકામાં આવતી બે જીલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયતની ૧૬ બેઠકની મત ગણતરી યોજાઈ રહી છે.

જે મત ગણતરી કેન્દ્રો ખાતે પોલીસનો ચાપતો બંદોબસ્ત ઉપરાંત એસઆરપી જવાનો તૈનાત કરાયા છે તો મોરબી જીલ્લા એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

(1:06 pm IST)