Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મોરબીના મકનસર ગામે વેપારની માથાકુટમાં યુવાનને માર મારી ધમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબીના મકનસર ગામ નજીક ટ્રાન્સપોર્ટ વ્યવસાય મામલે ચાર ઇસમોએ યુવાનને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના લક્ષ્મીનારાયણ સોસાયટીના રહેવાસી રવિકુમાર રામાંસ્વામી ગવરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તે ટ્રાન્સપોર્ટનું કામ કરતા હોય અને આરોપી નીલેશ તેમજ અજાણ્યા ત્રણ ઇસમોએ મકનસર પાસે આવેલ રાજા ટ્રાન્સપોર્ટ ખતે આવીને કહેલ કે અમારી પાર્ટીઓને ગાડીઓ ભરી નહિ મોકલતા જેથી રવિકુમારે મને કહેશે તો મોકલીશ તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ઢીકાપાટુ માર મારી ફરી વખત ગાડીઓ ભરી મોકલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)