Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પ્રભાસપાટણ : ધર્મભકિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જૂદી જૂદી શાળાઓ તથા કેન્દ્રમાં વિવિધતાસભર ઉજવણી

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.ર : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ૨૪મી ફેબ્રઆરીથી ૨૮મી ફેબ્રઆરી સુદ્યી 'રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ'ની ઉજવણી કરવામાં આવેલ જે અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના  કો- ઓડિનેટર નરેશભાઈ ગુંદરણીયા દ્વારા જણાવવામાં આવેલ કે દેશમાં ઈ.સ. ૧૯૮૬થી પ્રતિ વર્ષ ૨૮ ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડે ઊજવવામાં આવે છે. પ્રોફેસર સી.વી. રામને આ દિવસે કલકત્ત્।ામાં એક મહાન ખોજ કરી હતી, જે રામન ઇફેકટના રૂપમાં પ્રસિદ્ઘ કરવામાં આવી હતી. સી.વી. રામનને તેમની આ ખોજ બદલ ઈ.સ. ૧૯૩૦માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ઘિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. જે અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન દિવસ ને કંઈક અનોખી રીતે ઉજવવામાં આવેલ જેમાં પરંપરાગત દ્યરેલુ વૈજ્ઞાનિક રમકડા, ઓનલાઇન સાયન્સ કિવઝ, ઓનલાઇન નિબંધ સ્પર્ધા, ઓનલાઇન વકૃત્વ સ્પર્ધા, રોકેટરી વર્કશોપ, અંધશ્રદ્ઘા નિવારણ પ્રોગ્રામ, આકાશ દર્શન જેવા વિવિધ કાર્યક્રમો  કરવામા આવેલા. જેમાં સ્વ. ડી.એમ. બારડ હાઇસ્કુલ - આજોઠા તથા કન્યા શાળા - આજોઠા અને લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગોવિંદભાઈ ભૂતિયા દ્વારા અંધશ્રદ્ઘા નિવારણ કાર્યક્રમ કરવામાં આવેલ આ તમામ કાર્યક્રમમાં કુલ ૩૨૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

 ત્યારબાદ ચગીયા પ્રાથમિક શાળા - ચગિયા તાલુકો સુત્રાપાડા મુકામે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા તથા વૈજ્ઞાનિક સાધનો ની સમજ વિજ્ઞાન પ્રયોગ નિદર્શન જેવા કાર્યક્રમો કાકુભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ભાગ લીધેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા નંબર મેળવેલ દરેક સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ તથા પ્રમાણપત્ર લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એનાયત કરવામાં આવેલ.

ત્યારબાદ આ વર્ષે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી માટે દરેક જીલ્લા ના લોકવિજ્ઞાન કેન્દ્ર ને અલગ અલગ દિવસ ફાળવવામા આવેલ જેમાં ગીર-સોમનાથ જિલ્લાની ૨૭જ્રાક ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ આપવામાં આવેલ.

ં લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ૧. ઓનલાઇન સ્ટોરી ટેલિંગ કાર્યક્રમ ગૂગલ મેપ દ્વારા રાખવામાં આવેલ જેના વકતા તરીકે કકુભા રાઠોડ હતા. આ કાર્યક્રમમાં સી. વી. રામન ના જીવન ચરિત્ર અને તેમની ખોજ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ જેમાં ૩૦ લોકોએ ભાગ લીધો હતો. ૨. આજના દિવસને વિજ્ઞાનમય બનાવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સાયન્સ ટોયઝ મેકિંગ વર્કશોપ, સાયન્સ વિડિયો નિદર્શન, રોકેટરી વર્કશોપ, આકાશ દર્શન, સાયન્સ લેબ નિદર્શન, કોરોના જન જાગૃતિ પોસ્ટર પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લાભરની જુદી જુદી શાળાઓમાંથી ૩૫૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા વિજેતા સ્પર્ધકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આકાશ દર્શન અને કોરોના જનજાગૃતિ પ્રદર્શન માં ૨૦૦દ્મક વધારે લોકોએ ભાગ લીધો હતો

 આ ઉપરાંત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા  ઓનલાઇન સાયન્સ કિવઝ, ઓનલાઇન નિબંધ સ્પર્ધા, ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધા, ઓનલાઇન પરંપરાગત દ્યરેલું રમકડા સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં કુલ ૩૫૦ થી વધારે લોકોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીને વિશેષ બનાવવામાં વિજયભાઈ કોટડીયા (એકેડેમીક કો-ઓર્ડીનેટર) ધર્મેશભાઈ મકાણી (સાયન્સ કોમ્યુનીકેટર) કકુભા રાઠોડ, હિતેશભાઈ સોલંકી તથા તજજ્ઞશ્રીઓ અને લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમે જહેમત ઉઠાવેલ હતી. આ તમામ કાર્યક્રમો મા તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શા. સ્વા. ભકિતપ્રકાશદાસજી એ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

(11:55 am IST)