Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

બિલખા બેઠક ઉપર ૪ મતે 'આપ' વિજેતા

અગતરાય બેઠક કોંગ્રેસનેઃ જુનાગઢ જીલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતોમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કસોકસ

જુનાગઢ તા.ર : જુનાગઢ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કસોકસ જોવા  મળેલ છે.

રવિવારે સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીનું મતદાન યોજાયા બાદ આજે સવારથી ઉતેજના વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી છે.

મત ગણતરીનાં સ્થળોએ મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરો અને પરિણામો જાણવા ઉત્સુક મતદારો ઉમટી પડતા લોક મેળા જેવુ઼ વાતાવરણ જોવા મળ્યંુ હતુ.

આ ચુંટણીના સતાવાર પરિણામ મોડેથી જાણ થશે હાલ પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક અને ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક  પર હતુ. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેચાખેંચી રહી છે.

દરમિયાન બીલખા બેઠક પર આપ ૪ મતથી અને અગતરાય બેઠક પર કોંગ્રેસ વિજેતા થયું હોવાનું જાણવા મળેલ છે.

(11:54 am IST)