Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

આમરણ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા. ૨ :. મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો પૈકીની આમરણ જિ.પં. બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સરોજબેન નિમેષભાઈ ગાંભવાનો ૧૦૮૮ મતની લીડથી ભવ્ય વિજય થયો છે. તેઓએ તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર ચંદ્રીકાબેન સુરેશભાઈ કાસુન્દ્રાને કારમી હાર આપી છે. તાલુકા પંચાયતની આમરણ બેઠક પર 'ટાઈ' થઈ છે. ફેર મતગણતરી ચાલુ છે.

(11:49 am IST)