Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

માળીયા નેશનલ હાઇવે પર ટેલરે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત

મોરબી,તા. ૨: માળીયાનેશનલ હાઈવે પર વિર વિદરકા પાટીયા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઇકચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ માળીયા નેશનલ હાઈવે પર વિર વિદરકા પાટીયા નજીક રોંગ સાઇડમાં આવી રહેલ ટેલર નંબર એચ આર ૫૬ એ ૭૪૭૭ વાળાએ બાઈક ચાલકને અડફેટે લેતા રાત્રિના નવેક વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો ત્યાંથી પસાર થતાં રાહદારીએ ૧૦૮ ટીમનો સંપર્ક કરતા ૧૦૮ના ઇએમટી નીતિનભાઈ પટેલ અને પાયલોટ રસુલભાઇ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પણ બાઈકચાલકનું ઘટનાસ્થળ પર સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું મરનાર નજીકની કંપનીમાં મજૂરી કરતો હોવાની માહિતી મળતા તેના સગાંનો સંપર્ક કર્યો હતો અને માળીયા મિયાણા પોલીસને જાણ કરતા માળીયા પોલીસ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી.

(10:50 am IST)
  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST

  • વિજયભાઈ અને સી.આર. પાટીલ સાથે જ કમલમ્ પહોંચ્યા : ભવ્ય વિજયોત્સવ : 'રૂપાણી - પાટીલ જોડી નંબર વન'ના સહારે ગુજરાતનો અજોડ વિકાસના નારા લાગ્યા access_time 1:50 pm IST

  • જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત:કાંતિભાઈ ગજેરાનો અપક્ષમાંથી વિજય થયા:ભાજપ ઉમેદવારનો કારમો પરાજય :કોંગ્રેસમાં ફોર્મ રદ્દ કરી ભાજપમાં જોડાવું ભારે પડયું access_time 12:24 pm IST