Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મોટી પાનેલીમાં સાઇઠ વર્ષથી મોટી ઉંમરના ૧૨૭ વડીલોએ રસીનો પહેલો ડોઝ લીધો કોઇને આડઅસર નથી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૨: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે અત્રેની સરકારી હોસ્પિટલમાં કોવીડ ૧૯ વેકસીનેશન બીજા તબકકાનો પ્રારંભ થયેલ જેમાં સાઈઠવર્ષથી ઉપરના વડીલોને વેકસીન લેવા માટે સ્થાનિક પીએચસી ના સ્ટાફ તેમજ આશા વર્કર બહેનો મારફત દરેક દ્યરે સર્વે કર્યા બાદ ગઈકાલે જ ફોન દ્વારા વેકસીન લેવા માટે જણાવી દેવામાં આવેલ જેને લઈને આજે પીએચસી કેન્દ્ર ખાતે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના ડો.પીકેસિંઘ સાહેબની હાજરીમા પીએચસી ના ડો.ડાંગર સાથે વેકસીનેશન નો પ્રારંભ કરવામાં આવેલ સવારથી જ સ્થાનિક વડીલોએ પોતાનું નામ નોંધાવી વેકસીન લેવા માટે ઉત્સાહ બતાવ્યો હતો જેમાં પૂર્વ સરપંચ અશોકભાઈ પાંચાણીએ પણ વેકસીન લીધી હતી જેને લઈને અન્ય વડીલોમાં પણ જાગૃકતા જોવા મળેલ સાથેજ સ્થાનિક સ્ટાફ, આશાવર્કર બહેનો તેમજ ડોકટરની લાગણી સંભાર પણ સરાહનીય હતી ઉત્ત્।મ વ્યવસ્થા અને પ્રેમસભર સારવારને લઈને વડીલો પણ આશીર્વાદ આપતાં જોવા મળેલ.બપોરે બે કલાકમાં પચાસ જેટલાં વડીલોએ વેકસીનનો લાભ લીધો હતો વેકસીન લીધા બાદ તમામને અડધો કલાક માટે સ્ટાફની હાજરીમા દેખરેખ માટે બેસાડવામાઁ આવેલ ત્યારબાદ કોઈ તકલીફ ના જણાયા બાદ રજા આપવામાં આવતી હતી સાથે તાવની ટેબ્લેટ પણ અપાતી હતી સાંજ સુધીમાં ૧૨૭ લોકોએ વેકસીન લીધી હતી અને કોઈપણને કોઈ જાતની આડઅસર કે કોઈ તકલીફ ઉભી થયેલ નથી તેવું સ્થાનિક ઇન્ચાર્જ નિકુંજભાઈ એ જણાવેલ.

(10:50 am IST)