Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ભાવનગરમાં ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૮૨ કેસો પૈકી ૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨ :  ભાવનગર જિલ્લામા ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૮૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩ કેસ મળી કુલ ૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૮૨ કેસ પૈકી હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:49 am IST)