Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સોમનાથ મહાદેવ મંદિરે ફેબ્રુઆરીમાં ૪,૭૭,૨૯૬ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવ દર્શન કર્યા

શંભુ શરણે પડી માંગુ ઘડીરે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨: ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ફેબ્રુઆરી -૨૦૨૧ સમગ્ર મહિનામાં ૪,૭૭,૨૯૬ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા.

જે કોરોના કાળથી આજ સુધીના વીતેલા અગીયાર મહિનામાં દિન પ્રતિદિન સોમનાથ દર્શનાર્થીઓની વધતી સંખ્યામાં સર્વોચ્ચ છે.

આગામી માર્ચ માસમાં કોરોના અને નિયંત્રણને એક વરસ પૂર્ણ થશે.

સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સાવચેતી અને શ્રધ્ધાળુઓના સન્માન જળવાઇ રહે તેવી વ્યવસ્થા કારણે નવેમ્બર -૨૦ થી સોમનાથ દર્શનાર્થી ભાવિકોના ઉતરોતર વધારો થતો જ રહ્યો છે.

ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરીના જણાવ્યા અનુસાર તારીખ આદેશ તા. ૧-૨-૨૧ના રોજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાનો ધરાવતા દુકાન ધારકોને એપ્રિલ ૨૦૨૧થી જુલાઇ ૨૦૨૧ સુધી ભાડામાં રાહત પેકેજ જાહેર કરેલ છે. આ અગાઉ એપ્રિલ ૨૦૨૦થી જુન સુધી સંપૂર્ણ ભાડુ માફ કરાયેલ અને જુલાઇથી માર્ચ ૨૦૨૧ નવ મહિના ૫૦ ટકા અને એપ્રિલ ૨૦૨૧ થી જુલાઇ ૨૦૨૧ ચાર માસ ૨૫ ટકા ભાડા રાહત જાહેર કરેલ છે.

(10:48 am IST)