Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કચ્છના મુંદ્રા - તાલુકામાં ઓછુ મતદાન થતા ઉમેદવારો ચિંતામાં હતાઃ બપોર બાદ મતદારો મન મુકીને વરસ્યા

(રામ ગઢવી દ્વારા) મુંદ્રા, તા.૨: કચ્છના મુંદ્રામાં પાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. પ્રારંભ અમુક બુથો ઉપર લાઇનો અમુક બુથો ખાલી જોવા મળતા ઉમેદવારોમાં ચિંતા પ્રસરી હતી. જો કે બપોર બાદ મતદારોએ મન મુકીને મતદાન કરતા પાલિકામાં ૭૦ ટકા જેટલુ મતદાન થયુ હતુ.

જો કે અમુક વોર્ડમાં વધુ તો અમુક વોર્ડમાં ઓછુ મતદાન થતા નારાજગી જોવા મળી હતી.

બન્ને પક્ષનો આગેવાનોએ મતદારોના આભાર માન્યો હતો સાથે જીતનો દાવો પણ કર્યો હતો. ભાજપનાં વિશ્રામ ગઢવી, વાલજી ટાપરિયા, વાલજી લાખાણી, ડોસા-બાનિષા, વિરમ ગઢવી, સામજી સોયમ, સવરાજ સાખરા, વાલજી સાબેરા તો કોંગ્રેસ વતિ ચદુભા જાડેજા કિશોર પિગોલ, મુકેશ ગોર, ભાવનાબેન ગોર, આશા લાખા ગિલવા, સામરા રામ સેડા, ભરત સેડા, કરશન રામાણી, ભૂપતસિંહ જાડેજા, જયારે અપક્ષ વતિ ધર્મેન્દ્ર જેશર, સિમાબેન જેશર વગેરે.

બીજી બાજુ મુન્દ્રા તાલુકા સાથે કચ્છ ગુજરાતમાં હમેંશા ચૂંટણી સમય ચર્ચામાં રહેતો મુન્દ્રા તાલુકાનાં ઝરપરા ગામમાં ચૂંટણીનો માહોલ ભારે રસાકસી સાથે ખેલ દિલીથી ચૂંટણી લડવામાં આવી હતી. ગામે એકતા બતાવતા આગેવાનોએ સર્વેનો આભાર માન્યો હતો.

(10:48 am IST)