Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વાયરલ વિડીયોએ મચાવી ચકચાર

તળાજાના ગોરખી ગામે મતદાન બુથ નજીક યુવક અને પોલીસ વચ્ચે બબાલ

ભાવનગર તા. ૧ : તળાજાના ગોરખી ગામે મતદાન બુથ નજીક એક યુવક અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેનો ૧.૩૬ મિનિટનો વિડીઓ વાયરલ થયોહતો. યુવકને પોલીસ, પોલીસ જીપ માં બેસાડી કાયદેસરની કાર્યવાહી કરવા માગતીહતી.તેની સામે યુવક સાથે રહેલી મહિલાઓ યુવકને પોલીસ વાહનમાં ન બેસાડે તે માટે બળ વાપરતી હોવાનું જોવા મળે છે. આ વિડીયોએ ભારે ચકચાર મચાવી હતી.

ગ્રામજનોએ વિડીઓ સાથે મેસેજ પણ વાયરલ કરેલ.જેમાં પોલીસને આર્મીમેન ભાઈઓએ પોલીસ વાહન સાઈડમાં લેવાનું કહેવા બાબતે પોલીસ સાથે ચકમક ઝીર હતી.

તળાજા પોલીસનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ટોળા ભેગા થયાની વાત મળતા સ્ટાફના લોકો દોડી ગયા હતા. ટોળા વિખેરી શાંતિપૂર્વક મતદાનમાટે કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:45 am IST)
  • દેશમાં રસીકરણ અભિયાને ઝડપ પકડી : અત્યાર સુધીમાં 1.54 કરોડ લોકોએ રસી લીધી : પીએમ મોદીની અપીલની દેખાઈ અસર :છેલ્લા બે દિવસમાં રસીકરણ માટે અંદાજે 50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું access_time 12:57 am IST

  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST

  • મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો, મહારાષ્ટ્રમાં ૬૩૯૭ અને કેરળમાં ૧૯૩૮ મળી ૮,૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા: નાગપુર, પુણે અને મુંબઈમાં ૮૦૦ થી ૯૦૦ કેસ નોંધાયા: ગુજરાતમાં ૪૨૭ કોરોના કેસ નોંધાયા access_time 11:44 am IST