Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

રાભડા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી

દામનગરઃ- ૨૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાભડા પ્રાથમિક શાળાના શિક્ષકોનું સુંદર આયોજન બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓનું નિર્દેશન પ્રદર્શન યોજાયું. ડો. ચંદ્રશેખર વેંકટરામને સને ૧૯૨૮ના દીને પ્રકાશ પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી અને ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાશના કિરણોનો આવિષ્કાર થયો જેને રામન ઇફેકટ તરીખે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે નવીનતમ શોધ સંશોધન માટે ઉજવતા રાષ્ટ્રીય વિજ્ઞાન દીને શાળાના છાત્રાઓમાં વૈજ્ઞાનીક રસ રુચિ વધે અને વિદ્યાર્થીઓએ કરેલ પ્રયોગોને પ્લેટફોર્મ મળે તેવા સુંદર ઉદેશ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દીને રાભડા પ્રાથમિક શાળામાં શાનદાર ઉજવણી કરી વૈજ્ઞાનિક કૃતિઓનું સુંદર નિર્દેશન કરાયું હતું. તે પ્રસંગની તસ્વીર(તસ્વીરઃ વિમલ ઠાકર)

(12:23 pm IST)