Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મોરબી: આ તે કેવું, અકસ્માતમાં ચાલકને ઇજા નહીં તો ગાડીનો વીમો પાસ ન થાય?

મોરબીમાં વીમા કંપનીની આપખુદ શાહીનો કિસ્સો:ચાલક સુરક્ષિત હતા તો ક્લેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો:ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ થતા કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો

મોરબીમાં વીમા કંપનીની આપખુદ શાહીનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અકસ્માતમાં ગાડીને ઇજા પહોંચી જ્યારે તેના ચાલક સુરક્ષિત હતા તો તેમણે ક્લેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપીને વીમા કંપનીને ઇન્સ્યોરન્સ અને કેસ દાખલ કર્યાની તારીખથી ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યો હતો,


આ અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યા નુસાર  મોરબીના સાગરભાઇ ગંગારામભાઇ દલસાણીયાએ પોતાની કારનો ફુલ વીમો આઇ.સી.આઇ.સી. જનરલ ઇન્સ્યુરન્સમાંથી લીધો હતો. તેઓ બેક પાસે ગયા તો વીમા કંપનીએ એવું જણાવેલ કે અકસ્માતમાં ડ્રાઇવરને કોઇ પણ જાતની ઇજા થયેલ નથી તેથી વીમો મળે નહીં. જેથી સાગરભાઈએ  લાલજીભાઇ મહેતા મારફત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરીયાદ દાખલ કરી હતી.
ગાડીની મુળ કિંમત રૂા. ૬,૯૭,૯૪૮ હતી. કોર્ટમાં પણ વીમા કંપનીએ એ જ વાતનું રટણ કર્યું હતું કે અકસ્માતમાં ડ્રાઇવરને કોઇ પણ જાતની ઇજા થયેલ નથી તેથી વીમો મળે નહીં પરંતુ ગ્રાહક અદાલતે કહયું કે, સેફટી ફીચરને કારણે ડ્રાઇવરને લાગેલ નહીં અને ગ્રાહકે વીમો લીધો છે તેનું પ્રીમીયમ ભરેલ છે. માટે વીમા કંપનીએ ગ્રાહકની ગાડીની કિંમત રૂપિયા ૬,૯૭,૯૪૮ કેસ દાખલ કર્યાની તારીખ ૧૯/૧૦/ ૨૦૧૯ થી સાત ટકાના વ્યાજ તથા ગ્રાહકને પાંચ હજાર રૂપિયા ખર્ચના ચુકવવાનો આઇ.સી.આઇ.સી. જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને ચુકવવાનો આદેશ કર્યો હતો.

(11:15 pm IST)