Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિઍ પોતાની નિષ્ફળતા છુપાવવા પેપર લીકમાં શુકલા કોલેજને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર ઘડ્યુ :સંચાલક ડો.નેહલ શુકલનો ધગધગતો આરોપ

યુનિવર્સિટીના રજીસ્ટાર વિરૂદ્ધ ૫ તથા કાર્યકારી કુલપતિ વિરૂદ્ધ ૬ કરોડનો બદનક્ષી દાવો કરાશે

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બીકોમ અને બીબીઍ સેમેસ્ટર ૫ની પરીક્ષાનું પેપર લીકમાં ઍચ.ઍન. શુકલા કોલેજના કર્મચારી  સામે પોલીસ ફરીયાદો કરવામાં આવતા આ અંગે શુકલા કોલેજના ટ્રસ્ટી શ્રી નેહલ શુકલઍ પત્રકાર પરિષદમાં પેપર લીક પ્રકરણમાં કોલેજના કર્મચારી સામે થયેલા આરોપો ફગાવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનસ્વી સ્થિતિ બદલી છે. પરીક્ષા તંત્ર લકવાગ્રસ્ત થઈ ગયાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં શ્રી શુકલઍ જણાવ્યુ હતું કે, કાર્યકારી કુલપતિઍ પોતાની નિષ્ફળતા છુપાવવા શુકલા કોલેજને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર ઘડ્યુ છે. શુકલા કોલેજને ખોટી રીતે બદનામ કરવામાં આવતા તેઅોઍ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર વિરૂદ્ધ ૫ કરોડ બદનક્ષીનો દાવો અને કાર્યકારી કુલપતિ વિરૂદ્ધ બદનક્ષી બદલ ૬ કરોડના દાવાની નોટીસ ફટકારવામાં આવશે તેમ અંતમાં જણાવ્યુ હતું.

 

(6:12 pm IST)