Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

હાશ... ઠંડીમાં રાહત થશે, પારો ૩ થી ૫ ડીગ્રી ઉચકાશે

સવારના અને દિવસના તાપમાનનમાં વધારો થશેઃ શનિથી મંગળ કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રના છૂટાછવાયા વિસ્‍તારોમાં ઝાકળની શકયતાઃ વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૨ થી ૯ ફેબ્રુઆરી સુધીની આગાહી

રાજકોટઃ ઠંડીથી રાહત મળશે. આગામી દિવસોમાં  ઠંડીમાં ઘટાડો જોવા મળશે. લઘુતમ અને મહતમ તાપમાનમાં હાલ જે તાપમાન પ્રર્વતે છે, તેમાં ત્રણથી પાંચ ડીગ્રીનો વધારો થશે. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે હાલ ઘણા દિવસથી ઠંડા પવન અને ઠંડીનો રાઉન્‍ડ ચાલુ હતો સાથે માવઠુ પણ થયું.

હવે હાલમાં તાપમાન નોર્મલ નજીક આવવા લાગ્‍યું છે. જેમ કે અમદાવાદ ૧૩ ડીગ્રી, ભુજ ૧૧.૩, રાજકોટ ૧૩.૬, ડીસા ૧૦.૭, આ બધા સેન્‍ટરોમાં હાલમાં હોવું જોઈએ એટલું નોર્મલ તાપમાન છે. જયારે વડોદરામાં ૧૪.૬ ડીગ્રી હતું. જે નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ ગણાય. હાલ નોર્મલ તાપમાન ૧૨ થી ૧૪ ડીગ્રી નોર્મલ ગણાય.

એવી જ રીતે મહતમ તાપમાન ગઈકાલે અમદાવાદ ૨૭, વડોદરા ૨૮.૪, ડીસામાં ૨૬.૧ આ ત્રણેય સેન્‍ટર નોર્મલથી ત્રણ ડીગ્રી નીચા હતા. ભુજ ૨૭.૪, રાજકોટ ૨૮.૫ આ બન્‍ને સેન્‍ટર નોર્મલથી ૧ ડીગ્રી નીચા હતા. એટલે નોર્મલ મહતમ તાપમાન હાલ ૨૯ થી ૩૦ ડીગ્રી ગણાય.

વેધરએનાલીસ્‍ટશ્રી અશોકભાઈ પટેલે તા.૨ થી ૯ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે આ સમયગાળા દરમ્‍યાન ન્‍યુનતમ અને મહતમ તાપમાન બન્‍ને પાંચ ડીગ્રી વધશે એટલે નોર્મલ તાપમાન હોય તેનાથી ઉચુ આવી જશે. તા.૫ ફેબ્રુઆરીથી પવન નોર્થ વેસ્‍ટનો થશે. (આગાહી સયમ સુધી) પવનની ગતિ જનરલ ૧૦ થી ૧૫ કિ.મી. પરંતુ તા.૫, ૬ ફેબ્રુઆરી પવનની ઝડપ ૧૦ થી ૩૦ કિ.મી.ની જોવા મળશે. તા.૫ થી ૯ દરમ્‍યાન કચ્‍છ અને પમિ સૌરાષ્‍ટ્રના છુટાછવાયા વિસ્‍તારમાં ઝાકળની શકયતા છે.

મહતમ તાપમાન અમુક સેન્‍ટરમાં ૩૩ ડીગ્રી ઉપર પહોંચી જશે. ન્‍યુનતમ તાપમાન ૧૫ થી ૧૬ ડીગ્રીની ઉપર પહોંચી જશે.

(3:40 pm IST)