Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પોરબંદરઃ કેન્‍દ્રિય બજેટમાં મત્‍સ્‍યોદ્યોગ માટે ૬ હજાર કરોડની ફાળવણીને આવકાર

બજેટમાં માછીમારો માટે ધ્‍યાન અપાતા મત્‍સયોદ્યોગનો વિકાસ થશેઃ મહેન્‍દ્રભાઇ જુંગી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨: કેન્‍દ્રિય બજેટમાં મત્‍સ્‍યોદ્યોગ માટે ૬ હજાર કરોડની ફાળવણીને આવકારીને પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્‍વીનર મહેન્‍દ્રભાઇ જુંગીએ જણાવેલ છે બજેટમાં માછીમારો માટે ધ્‍યાન અપાતા મત્‍સ્‍યોદ્યોગનો વિકાસ થશે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્‍દ્ર સરકારના નાણામત્રી નિર્મલા સીતારમને આજરોજ વર્ષ -૨૦૨૩-ર૪નુ ફુલગુલાબી બજેટ રજુ કર્યું હતુ જેમા વિવિધ સેક્‍ટરની સાથોસાથ મત્‍સ્‍યોદ્યોગ માટે પણ રૂપિયા ૬ હજાર કરોડ રૂપિયાનું માતબર બજેટ ફાળવ્‍યુ છે જેને ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલ ટીમ આવકારે છે. તેને પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્‍વીનર મહેન્‍દ્રભાઇ જુંગીએ જણાવેલ છે.

પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્‍વીનર મહેન્‍દ્રભાઈ જુંગીએ જણાવ્‍યુ છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર દ્વારા મત્‍સ્‍યોદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્‍નો હાથ ધરવામાં આવે છે અને તેના માટે જુદી-જુદી યોજનાઓ હેઠળ માછીમારોને સહાય, જુદા-જુદા બદરોનો વિકાસ, બંદર ઉપર પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી, નવા પ્‍લાન્‍ટની સ્‍થાપના સહિત અનેકવિધ મુદ્દા ઉપર ખાસ નજર રાખીને કામગીરી કરવામા આવે છે અને તે અંતર્ગત ખાસ મત્‍સ્‍યોદ્યોગ ખાતુ ગુજરાતના પનોતાપુત્ર શ્રી પુરૂષોત્તમ રૂપાલાજીને ફાળવવામાં આવ્‍યુ છે અને તેમના દ્વારા માછીમારોના હીત માટે સતત કેન્‍દ્ર સરકાર સુધી માછીમારોની યોગ્‍ય વાત પહોંચાડવામાં આવે છે જેને અનુલક્ષીને આજરોજ જાહેર કરવામાં આવેલ બજેટમાં રૂપિયા ૬ હજાર કરોડની માતબર રકમ ફાળવવામા આવી છે જેને ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલની ટીમ આવકારે છે અભિનંદન પાઠવે છે.

(1:23 pm IST)