Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પોરબંદર જિલ્લા પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાએ કેન્‍દ્રીય બજેટને આવકાર્યુ

પોરબંદર તા. ૨ : વર્ષ ૨૦૨૩-૨૪ના રજુ થયેલ કેન્‍દ્રીય બજેટને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાએ આવકારીને જણાવેલ કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબના વડપણની હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્‍યુ઼ છે. કેન્‍દ્રીય મંત્રી નિર્મલા સિતારમણજી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કરામાં આવ્‍યુ઼. જેમાં ગરીબ, મધ્‍યમ વર્ગ, મહિલાઓ, દિવ્‍યાંગો, ખેડૂતો, માછીમારોને નજર સમક્ષ રાખીને બજેટ રજૂ કરવામાં આવ્‍યું છે.

આ બજેટ દરેક વર્ગને રાહત આપનારૂ છે. આગામી ૨૫ વર્ષ ભારતને દિશા આપનારૂ આ બજેટ ગરીબ, મધ્‍યમવર્ગના સપનાને સાકાર કરનારૂ બજેટ છે. બજેટમાં અનેક પ્રોત્‍સાહિત યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. તેમજ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પર ખૂબ ભાર મુકવામાં આવ્‍યો છે. જે ભારતના વિકાસની નવી ઉર્જા અને આત્‍મનિર્ભર ભારત માટે પ્રોત્‍સાહક રહેશે. દેશના નાગરિકોની આશાને પૂર્ણ કરનાર આ બજેટને આવકારૂ છું, તેમ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાએ જણાવ્‍યું છે.

(1:21 pm IST)