Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કોટડાપીઠા ગામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

કોટડાપીઠા : બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ગ્રામ પંચાયત સંચાલીત હાઇસ્‍કુલ ખાતે ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મુળ કોટડાપીઠાનાં હાલ મુંબઇ રહેતા રમેશભાઇ વસાણી તેમજ કોટડાપીઠાનાં સરપંચ ગોરધનભાઇ વાઢેરને હસ્‍તે ધ્‍વજવંદન રાષ્‍ટ્રગીતના ગાન સાથે કરવામાં આવેલ. બંન્ને દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ. રમેશભાઇ વસાણી દ્વારા સરપંચ તેમજ શાળાના શીક્ષકોને શાલ ઓઢાડી સન્‍માનીત કરેલ હતા.(તસ્‍વીર-અહેવાલ : ભરત મહેતા કોટડાપીઠા)

(1:17 pm IST)