Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઉષા બ્રેકો ફાઉન્‍ડેશન દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના સહયોગથી ટુરિસ્‍ટ ગાઇડ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

(વિનુ જોશી દ્વારા) ઉષા બ્રેકો ફાઉન્‍ડેશન દ્વારા, જીલ્લા ગ્રામ વિકાસ એજેન્‍સીના સહયોગથી ૩ દિવસીય ટુરિસ્‍ટ ગાઈડ ટ્રેનીગ પ્રોગ્રામ તા. ૧ થી ૩ ફેબ્રુઆરી દરમ્‍યાન યોજવામાં આવેલ છે. જેમાં ૩૫ સ્‍થાનિક લાભાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આ ટુરિસ્‍ટ ગાઈડ ટ્રેનીગ પ્રોગ્રામ ઉષા બ્રેકો ફાઉન્‍ડેશનના વિઝન સ્‍કીલ ડેવલોપમેન્‍ટ દ્વારા સ્‍વરોજગારના ભાગરૂપે છે.  

આ કાર્યક્રમના શુભારંભમા આજે ગીરનાર રોપ-વે પરિસરમાં દીપ પ્રજવલ્લિત કરીને ચીફ ગેસ્‍ટ જીલ્લા ગ્રામ વિકાસ એજેન્‍સીના ડાયરેક્‍ટર શ્રી પી. જી પટેલ, સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના આસી. જનરલ  મેનેજર શ્રી.  પંકજકુમાર સીગ તથા ઉષા બ્રેકો ફાઉન્‍ડેશનના આસી. વાઈસ પ્રેસિડેન્‍ટ શ્રી દીપક કપલીશ દ્વારા ઉપસ્‍થિત રહી તાલીમાર્થીઓંનું ઉત્‍સાહ વધારવા માટે યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવ્‍યું.

આ પ્રસંગે શ્રી દીપક કપલીશે જણાવ્‍યું કે આ ટુરિસ્‍ટ ગાઈડ ટ્રેનીગ પ્રોગ્રામનો ઉદેશ્‍ય જૂનાગઢમા આવનાર પ્રવાસીઓને ઈતિહાસ, સંસ્‍કૃતિ અને સમૃદ્ધ વારસાના વિષયની સાચી જાણકારી રોચક રીતે, સ્‍ટોરી ટેલીંગના માધ્‍યમથી બતાવી શકે જેથી આવનાર દરેક પ્રવાસી પોતાની સાથે યાદગાર સુઃખદ અનુભવ લઈને જાય. વધુમાં જણાવ્‍યું કે જુનાગઢ ગુજરાતના પ્રવાસનની રાજધાની માનવામાં આવે છે અને ગીરનાર રોપવે આવ્‍યા પછી ટુરિસ્‍ટ ફૂટ ફોલ વધ્‍યો છે, કઈ વિશ્વ સ્‍તરીય હોટેલ પણ આવી રહી છે. ગુજરાત સરકાર પ્રવાસનના વિકાસ માટે ઘણા બધા સફળ પ્રયત્‍ન કરી રહી છે અને હમો પણ યોગદાન આપીને આ પ્રવાસનના વિકાસની યાત્રાના ભાગીદાર બનવા માંગીએ છીએ. ટુરિસ્‍ટ ગાઈડ ટ્રેનીગથી રોજગાર વધવાની સાથે સાથે પ્રશીસિત ગાઈડ જુનાગઢને વિશ્વના પર્યટનના માનચિત્ર પર લાવીને પ્રવાસનને વેગ આપી શકે છે.

આ કાર્યક્રમ દરમ્‍યાન ગુજરાતના પ્રખ્‍યાત અને લોકપ્રિય ગાયક કલાકાર શ્રી કીર્તીદાન ગઢવીની મુલાકાત તાલીમાર્થીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર અને ઉત્‍સાહ વર્ધક રહી.

આ તાલીમને સફળ બનાવવા માટે નિમ્‍ન લિખિત વિવિધ તજજ્ઞ ફેકલ્‍ટી દ્વારા ટુરિસ્‍ટ ગાઈડ અનુરૂપ કોર્સની તાલીમ અપવામા આવી રહી છે, જેનો તાલીમાર્થી ઉત્‍સાહપૂર્વક લાભ લઇ રહ્યા છે.

પ્રેકટીકલ ટ્રેઈનીગ માટે તાલીમાર્થીઓને જુનાગઢના વિવિધ પર્યટન સ્‍થળો પર લઇ જવામા પણ આવશે.

આ પ્રસંગ વિષય નિષ્‍ણાંત કિર્તીભાઈ ઠાકર - પૂર્વ પ્રવાસન નિગમના અધિકારીશ્રી અને ટુરિસ્‍ટ તાલીમમા નિપુણ, અરવિંદ ભાલિયા  - રેંજ ફોરેસ્‍ટ ઓફિસર દક્ષીણ રેંજ જુનાગઢ, વિશાલ જોશી  - પ્રોફેસર અને ઇતિહાસકાર, શેફાલી અવસ્‍થી- જુનાગઢ મ્‍યુઝીયમ, નવજયોત વ્‍યાસ - વરિષ્ઠ ટુરિસ્‍ટ ગાઈડ, હિમેન્‍દ્ર પુરોહિત -વરિષ્ઠ લાઈફ સ્‍કીલ ટ્રેઈનર, સમર્થ ઈનામદાર         પુરાતત્‍વ વિભાગ, પ્રોફેસર ચૌહાણ નરસિંહ મહેતા યુનિવર્સીટી ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે ઉષા બ્રેકો અને જીલ્લા ગ્રામ વિકાસ એજેન્‍સી વતી યજ્ઞેશ જોશી, જી. એમ પટેલ, આશિષ મિશ્રા અને અર્જુનકૃષ્‍ણ આહિર દ્વારા સોને આવકારી ઉત્‍કૃષ્ઠ વ્‍યવસ્‍થા પ્રદાન કરવામા આવી હતી.

(1:17 pm IST)