Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

મેંદરડા સીમ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. ૭૪માં પ્રજાસત્તાક દિન નિમિતે મેંદરડા તાલુકાની શ્રી સીમ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યુ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણજાર સાથે રાષ્ટ્રીય ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી.

ધ્વજંદન આ શાળાની જ ભુતપૂર્વ વિદ્યાર્થીની રાઠોડ પ્રીતીબેન પરેશભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા આમંત્રીત મહેમાનોમાં ખાખી મઢીના મહંત શ્રી સુખરામદાસબાપુ, એસ.એમ.સી. અધ્યક્ષ  પરેશભાઇ રાઠોડ તથા તમામ કમિટી મેમ્બર્સ, વાલીગણ તથા ગ્રામજનોએ હાજર રહી રાષ્ટ્રીય ઉત્સવ ઉજવણીનમાં ભાગ લીધો અને બાળકો તથા શાળાના ઉત્સાહ વધારવા માટે નિમિત રહ્યા હતાં.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો અને માર્ગદર્શક શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી મિતુલભાઇ જીબડીયા દ્વારા તથા આભાર વિધિ શાળાના આચાર્યશ્રી નિલેશભાઇ ભરવડા દ્વારા કરવામાં આવી હતી

(12:34 pm IST)