Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કચ્છના નખત્રાણામાં વ્યાજખોર વિરૃદ્ધ પોલીસની લાલ આંખ : ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૩ અનઅધીકૃત વ્યાજનો ધંધો કરતા ઈસમ ઉપર નખત્રાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે.

નખત્રાણા પોલીસ સ્ટેશનના એએસઆઇ મુકેશભાઈ સાધુ નાઓની બાતમી આધારે નખત્રાણા ટાઉનમાં અનઅધિકૃત રીતે વ્યાજ વટાવ નો ધંધો કરતા અને ઊંચા વ્યાજદર વસૂલતા ઈસમ નામે હિતેશ નગીનદાસ શાહ, રહે.નવાવાસ, નખત્રાણા ના ઘરે તથા તેમના કબજાના અન્ય(ધોરમનાથ કોમ્પ્લેકસમા આવેલ દુકાન તથા અંગીયા ગામમાં આવેલ પૈત્તૃક મકાન) મકાનોમાં દરોડાઓ પાડી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરી ણૂશ્વષ્ટણૂ કલમ-૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે. વધુ કાર્યવાહી હાલ ચાલુ છે.

ટીવી ૨૧ નંગ -કી રૃ૧,૮૦,૦૦૦, બાઈક નંગ ૬૩ -કી રૃ૧૧,૩૫,૦૦૦, મોબાઈલ નંગ -૧૫- કી રૃ૨૮૦૦૦, ગેસના બાટલા-નંગ ૧૧-કિ.રૃ૧૧,૦૦૦, અન્ય મુદ્દામાંલ -૨૭,૮૦૦ જેમાં સોના ચાંદીના દાગીના જોખવાના ઈલેકટ્રીક વજન કાંટા નંગ ચાર, હાર્ડ ડિસ્ક નંગ ચાર વિગેરે) કુલ મુદ્દા માલ કી રૃ-૧૩,૮૧,૮૦૦ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(12:32 pm IST)