Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામનગરમાં ફોટોગ્રાફર એસો. વાર્ષિક સન્‍માન કાર્યક્રમ

 જામનગર : ઇમેજીંગ ફોટોગ્રાફર એસો. જે ફોટોગ્રાફરના હિતમાં કામ કરતી સંસ્‍થા છે. આ સંસ્‍થા દ્વારા વાર્ષિક સન્‍માન પ્રોગ્રામમાં એવા વિશીષ્ટ ફોટોગ્રાફરોનું સન્‍માન કરવામાં આવ્‍યું કે જે ફોટોગ્રાફર ફોટોગ્રાફી કરતા કરતા બીજા સારા ફીલ્‍ડમાં આગળ વધી પોતાનું અને પોતાના પરીવારનું નામ રોશન કરેલ હોય, તેવા ફોટોગ્રાફરોનું સન્‍માન કરવામાં આવ્‍યું. જેમાં મેઘજીભાઇ ચાવડા, મનીષભાઇ પી.કટારીયા, વિનોદભાઇ ખીમસુરીયા, પ્રકાશભાઇ વરણ, ગૌરધનભાઇ સોલંકી, પ્‍લાજેશ કણજારીયા, કિશોરભાઇ પીઠડીયા,  જીતુભાઇ પરમારનું સન્‍માન થયેલ હતું. આ કાર્યક્રમમાં સંસ્‍થા સભ્‍ય સ્‍વ.હંસ૨ાજભાઇ ૫૨મારનું કોરોના કાળ દરમ્‍યાન દુઃખદ અવશાન થતા સંસ્‍થા તરફથી તેમની પુત્રી રસ્‍મિતા હંસરાજભાઇ પરમારને રૂા.૨૫૦૦૦- ની સહાયનો ચેક ધારાસભ્‍ય રિવાબા રવિન્‍દ્રસિંહ જાડેજા અને દિવ્‍યેશભાઇ અકબરીના વરદ હસ્‍તે એનાયત કરવામાં આવેલ, સાથે સંસ્‍થાના પ્રમુખ રાજુભાઇ યાદવ, ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્‍ય  લાલજીભાઇ સોલંકી, ગોવા શીપીંગયાર્ડના ડાયરેકટર હસમુખભાઇ હિંડોચા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નાથાભાઇ વારસતીયા, સંસ્‍થાના પૂર્વ પ્રમુખ પ્રહલાદ સિંધવ, કોર્પોરેટરો, સેક્રેટરી ભરત ચૌહાણ તથા સંસ્‍થાના હોદેદારો અને કારોબારી સભ્‍ય હાજર રહેલા હતા.(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(12:32 pm IST)