Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગોંડલ નાનીબજારમાં કાલે શ્રી સ્‍વામીનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્‍ઠાનો ૧પર મો વાર્ષિક પાટોત્‍સવ

ગોંડલ, તા., ૨: શ્રી સ્‍વામીનારાયણ સંપ્રદાયના પ્રસાદીના ધામરૂપ નાની બજારમાં આવેલ શ્રી સ્‍વામી નારાયણ મંદિરમાં બીરાજતા શ્રી હરીકૃષ્‍ણ મહારાજ, શ્રી ધર્મદેવ ભકિતમાતા તથા શ્રી રાધાકૃષ્‍ણ દેવની મુર્તિ પ્રતિષ્‍ઠાનો ૧પરમો વાર્ષિક પાટોત્‍સવ મહાસુદ-૧૩ તા.૩-ર-ર૦ર૩ને શુક્રવારના રોજ શાષાોકત, વૈદિક વિધીથી ઉજવાશે.

સંપ્રદાયના પ્રસાદીના ધામ રૂપ આ મંદિરના ઇતિહાસ મુજબ ગોંડલના નામદાર મહારાજા શ્રી સંગ્રામસિંહજી બાપુને ત્‍યાં મુ. અ.મુર્તિશ્રી ગુણાતીતનંદ સ્‍વામીના આશીર્વાદથી મહારાણી શ્રી મોંઘીબાને પુત્રરત્‍નરૂપે સર ભગવતસિંહનો જન્‍મ થતા પ્રસન્નતાના ભાગરૂપે ગોંડલમાં નાનીબજાર વિસ્‍તારમાં શિખરબંધ મંદિર બનાવવાનો તમામ ખર્ચ રાજય તરફથી આપવામાં આવશે તેવુ લખાણ જુનાગઢ મંદિરે મહંત તરીકે બીરાજતા મુ.અ.મુ.શ્રી ગુણાતીતાનંદ સ્‍વામી આપેલ.

હાલ નાનીબજારમાં આવેલ શ્રી સ્‍વામીનારાયણ મંદિરમાં શ્રી હરીકૃષ્‍ણ મહારાજ, શ્રી ધર્મદેવ ભકિતમાતા તથા શ્રી રાધાકૃષ્‍ણ દેવની મુર્તિ જે પ્રસાદી રૂપે ગઢપુર મંદિરમાં પધરાવવાની હતી. પરંતુ સ્‍વરૂપ નાનુ હોવાથી શ્રીજી મહારાજે આજ્ઞા કરી આ શ્રી રાધાકૃષ્‍ણની મુર્તિ ગોંડલ મંદિરમાં પધરાવેલ. તે સમયના પ.પૂ.ધ.ધૂ. આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી વડતાલ પીઠાધીપતી શ્રી ભગવતપ્રસાદજી મહારાજના હસ્‍તે શાષાોકત-વૈદીક વિધીથી સવંત ર૯ર૮ મહાસુદ  ૧૩ના રોજ ધામધુમથી પધરાવેલ. આ મુર્તીનો ૧પરમો પાટોત્‍સવ હાલના વડતાલના પિઠાધીપતી પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞા સાથે સવંત ર૦૭૯ મહાસુદ ૧૩ તા૩-ર-ર૦ર૩ને શુક્રવારના રોજ શ્રી ગુણાતીધામ ગોંડલ  મંદિરે શાષાોકત વૈદિક જલયાતર, અભિષેક, અન્નકુટ, હવનયજ્ઞ, બીડુ હોમ સાથે સંતોની ઉપસ્‍થિતિમાં સત્‍સંગ સભાના દર્શનનો અમુલ્‍ય લાભ લેવા મંદિરના કોઠારી શ્રી સરજુ સ્‍વામી  તથા કો.શા. શ્રી આનંદ સ્‍વરૂપ સ્‍વામી દ્વારા દરેક ધર્મપ્રેમી સત્‍સંગીઓને ભાવભર્યુ  આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

સમગ્ર ધાર્મિક કાર્યના યજમાન પદે લાડીલા સત્‍સંગશ્રી પંકજભાઇ રત્‍નાભાઇ ઠુંમર પરીવાર બીરાજશે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:30 pm IST)