Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જાફરાબાદમાં શિક્ષણનું સ્તર વધારતા શિક્ષકનું સન્માન

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા. ૨ : જાફરાબાદ શહેરની કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પૂર્વ આચાર્ય  મહંમદ ઈકબાલભાઈ આર. હબસીને જાફરાબાદ કલસ્ટર માં ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે જાફરાબાદના મામલતદાર પી.આઇ. એ ટીડીઓના વરદહસ્તે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. શિક્ષકની શાળાકીય સહ અભ્યાસિક નાવીન્ય પૂર્ણ પ્રયોગો સામાજિક ક્ષેત્ર પ્રદાન વિગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપેલ છે.

તે બદલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય હાર્દિક અભિનંદન પાઠવે છે. શ્રી હબસી મહંમદ ઈકબાલભાઈ એ સમગ્ર શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે. અને અભ્યાસ કાળ દરમ્યાન સને ૧૯૮૫-૮૬ ના વર્ષમાં પારેખ મહેતા હાઇસ્કુલ માં બેસ્ટ સ્ટૂડન્ટ એવોર્ડ ( શ્રેષ્ઠ છાત્ર) તરીકે ચાંદીનો શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે નોંધવું જરૃરી છે કે જ્યારે તેઓ બ્રાંચ પ્રાથમિક શાળા જાફરાબાદમાં આચાર્ય હતા ત્યારે બ્રાંચ પ્રાથમિક શાળાને સને૨૦૦૮મા ગુણવત્તા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પછી સને ૨૦૧૩-૧૪મા અમરેલી જીલ્લા મિશન ગુણોત્સવમાં શાળાને ખ્ ગ્રેડ અપાવી અમરેલી મુકામે માનનીય, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આરીતે અવારનવાર પ્રસંશનીય કામગીરી કરી અનેક વખત સન્માનિત થયેલ છે. સરકાર તરફથી સોંપાતી કોઈ પણ પ્રકારની કામગીરી હોય જેવીકે ચુંટણી લક્ષી, વસ્તી ગણતરી, સ્વચ્છતા અભિયાન, વ્યુસનમૂકતી, કન્યા કેળવણી, જેવી અનેક કામગીરી ઓ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારી પૂર્વક નિભાવેલ છે. તેઓનો મિલનસાર સ્વભાવ, સેવાકીય પ્રવૃતિઓના કારણે દરેક હિન્દુ, મુસ્લિમ, સમાજમાં સારી લોક ચાહના ધરાવે છે.

તેઓ સામાજિક શૈક્ષણિક તથા આરોગ્ય લક્ષી બાબતોમાં અંગત રસ લઈ કોમી એકતાની મિશાલ પૂરી પાડેલ છે. અને બિનવિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવે છે. આવી જુદી જુદી પ્રવૃત્તિઓના લીધે તેઓને કન્યા શાળા પરિવાર તથા તાલુકા કલ્સ્ટરના તમામ શિક્ષક ભાઈ બહેનો સ્નોહીજનો તેમજ આ તકે મહંમદ ઈકબાલભાઈને સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સના (એન.જી.ઓ)ના નેશનલ ચેરમેન એચ.એમ.ઘોરી તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ  કિશોરભાઈ આર. સોલંકીએ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે. ટી.પી.ઓ., બી.આર.સી., સી.આર.સી., પે. સેન્ટર શાળાના આચાર્ય, કન્યા શાળાના આચાર્ય ભરતભાઈ તથા શાળા પરિવાર તેમજ જાફરાબાદ તાલુકાના કલ્સ્ટરના શિક્ષણ ગણ અભિનંદન પાઠવે છે.

(12:26 pm IST)