Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વાવડી ગામે માતુશ્રી તળાવમાં સૌની યોજનાનું પાણી ઠાલવો

બાબરા,તા. ૨: બાબરા તાલુકાના વાવડી ગામે માતુશ્રી તળાવમાં સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવાના કામને મંજૂરી આપવા તેમજ વાવડી ગામે માતુશ્રી તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તો ખેડૂતો અને લોકોને આ પાણીનો લાભ મળે જેથી ધારાસભ્ય જનકભાઇ તળાવીયા દ્વારા રાજય સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને પત્ર લખીને રજુઆત કરવામાં આવી શીયાળુ પાક ઉત્પાદન તેમજ ઉનાળામાં પાણીની પડતી મુશ્કેલીને દૂર કરવા માટે પાણી અત્યંક જરૃરિયાત છે તો આ વિસ્તારમાં તત્કાળ ધોરણે સૌની યોજના હેઠળ પાણી આપવું.

(12:25 pm IST)