Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઠંડક યથાવત : નલીયા ૪.૨ ગિરનાર ૭.૫ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ

રાજકોટ તા. ૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે પણ ઠંડી યથાવત છે. આજે પણ લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતર્યો છે.

છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં રાહત થતાં લોકોએ હાશકારો અનુભવ્‍યો છે. જો કે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વધુ હોય છે.

આજે સૌથી નીચુ લઘુત્તમ તાપમાન કચ્‍છના નલીયામાં ૪.૨ ડિગ્રી, ગિરનાર પર્વત ઉપર ૭.૫ ડિગ્રી અને રાજકોટમાં ૧૩.૬ ડિગ્રી નોંધાયું છે.

જૂનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢ : આજે સોરઠમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગિરનાર પર્વત પર ઠંડી વધીને ૭.૫ ડિગ્રી નોંધાઇ હતી. જ્‍યારે જૂનાગઢમાં ઠંડીનું પ્રમાણ ૧૨.૫ ડિગ્રી રહ્યું હતું.

આજે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાાણ વધીને ૭૪ ટકાએ પહોંચી ગયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિમીની રહી હતી.(૨૧.૧૩)

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

ગિરનાર     ૭.૫ ડિગ્રી

અમદાવાદ  ૧૩.૦  ,,

બરોડા       ૧૪.૬  ,,

ભાવનગર   ૧૫.૦  ,,

ભુજ         ૧૧.૩  ,,

દમણ       ૧૮.૪  ,,

ડીસા        ૧૦.૭  ,,

દીવ         ૧૭.૪  ,,

દ્વારકા       ૧૪.૩  ,,

જૂનાગઢ     ૧૫.૫  ,,

કંડલા       ૧૨.૫  ,,

નલિયા      ૪.૨   ,,

ઓખા       ૧૯.૧  ,,

પાટણ       ૯.૭   ,,

પોરબંદર    ૧૮.૦  ,,

રાજકોટ     ૧૩.૬  ,,

સુરત        ૧૬.૪  ,,

વેરાવળ     ૧૯.૪  ,,

જૂનાગઢ     ૧૨.૫  ,,

(11:26 am IST)