Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)મા શ્રી ખોડલધામ મહિલા મંડળ દ્વારા શ્રી ખોડીયાર માતાજી જયંતિની ઉજવણી

મોવિયાઃ શ્રી ખોડીયાર જયંતિ ના શુભ દિને શ્રી ખોડલધામ મહિલા મંડળ દેરડી (કુંભાજી) દ્વારા દેરડી ગામમાં ભવ્‍ય રીતે શ્રી ખોડીયાર માતાજી જયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલ તથા જુનાગઢ જિલ્લાના ગોપાલભાઈ રૂપાપરાની ઉપસ્‍થિતિમાં આ ઉત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાયો હતો, જેમાં નરેશભાઈ પટેલનું ફુલહારથી, સાફો પહેરાવીને તથા પુસ્‍તક અર્પણ કરીને તેમનું તથા મહેમાનોનું સ્‍વાગત કરાયું હતું. શ્રી સરદાર પટેલ યુવા ફાઉન્‍ડેશન દેરડી (કુંભાજી)ના તમામ સભ્‍યોના સાથ સહકારથી આ કાર્યક્રમની ઉજવણી થયેલ હતી. આ કાર્યક્રમમાં સમાજના તમામ વ્‍યક્‍તિઓ પરિવાર સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે ખોડલધામ મહિલા મંડળના મીનાબેન દોંગા, જનકબેન પદમાણી તથા સરોજબેન વિસાવળિયાએ સ્‍વાગત પ્રવચન, મહિલા મંડળની પ્રવળત્તિઓની માહિતી આપેલ હતી. આ ઉત્‍સવમાં માતાજીની આરતી, અન્નકૂટ દર્શન તથા બહેનોના રાસ ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. કાર્યક્રમની આભાર વિધિ જનકબેન પદમાણીએ કરેલ હતી.(તસ્‍વીર - અહેવાલ : અશોક પટેલઃમોવિયા

(11:11 am IST)