Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વેરાવળ સિટી પોલીસ દ્વારા વ્‍યાજખોરોના ત્રાસમાંથી મુક્‍ત કરાવવા બેન્‍કમાંથી મળતી ઓછા વ્‍યાજદરે લોન/ધિરાણ માટે જાહેર જનતા જાગળતિ કાર્યક્રમ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: આમ જનતાને વ્‍યાજખોરોની ચુંગાલમાંથી મુક્‍ત કરાવવા તેમજ નાણાં ધિરધારના કાયદાઓથી માહિતગાર કરવા તેમજ લોક જાગળતિ માટે તથા સમાજના મધ્‍યમ/ગરીબ વર્ગના લોકો સરળતાથી કેવી રીતે લોન ઉપલબ્‍ધ થઇ શકે તે બાબતે વાકેફ કરવાના ઉદ્દેશથી ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના અધ્‍યક્ષ સ્‍થાને વેરાવળ સિટી પોલીસ તથા પ્રભાસપાટણ પોલીસ દ્વારા લોક જાગળતિના હેતુથી આજરોજ પ્રભાસપાટણ, ત્રિવેણી રોડ, નવા રામ મંદિરના ઓડિટોરીયમ ખાતે  જાહેર લોક જાગળતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

 જે કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ હેડ ક્‍વાર્ટરના ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.યુ.મસી તથા વેરાવળ સિટી પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.ઇશરાણી તથા પ્રભાસ પાટણ પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.પી.ગોહીલ તથા વિવિધ બેન્‍કો જેવી કે, એસબીઆઇ, બેન્‍ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્‍ક, આઇસીઆસીઆઇ બેન્‍ક, એચડીએફસી બેન્‍ક, યસ બેન્‍ક તથા મર્કેન્‍ટાઇલ બેન્‍કના બ્રાન્‍ચ મેનેજરશ્રીઓ/પ્રતિનિધીશ્રીઓ તથા બહોળી સંખ્‍યામાં પ્રજાજનો હાજર રહેલ હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ દ્રારા સામાન્‍ય પ્રજા વ્‍યાજખોરીની ચુંગાલમાં ન ફસાય તે સારૂ વિસ્‍તળત રીતે સરળ સમજ આપવામાં આવી હતી બાદ હાજર રહેલ તમામ બેન્‍કોના મેનેજરશ્રીઓ/પ્રતિનિધીશ્રીઓ ઓછા વ્‍યાજ દરે સરળતાથી લોન તથા ધિરાણન પ્રકારો, લોન તથા ધિરાણ કેવી રીતે મેળવવા, તેમાં કેવા પ્રકારના ડોકયુમેન્‍ટસની જરૂરીયાતો રહેતી હોય અને લોન તથા ધિરાણની સવલતોથી હાજર રહેલ તમામ પ્રજાજનોને વાકેફ કર્યા હતા.

 તેમજ પોલીસ તથા બેન્‍કોનો સમન્‍વય સાધી વેરાવળ સિટી પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ લોનની જરૂરીયાતમંદ વ્‍યક્‍તિઓ (૧)આનંદભાઇ કાનાબાર તથા (૨)જયભાઇ દેવાણી રહે.બન્ને વેરાવળ વાળાને મર્કેન્‍ટાઇલ બેન્‍ક વેરાવળ શાખા દ્વારા ખુબ જ સરળતાથી ઓછા વ્‍યાજ દરે લોન આપવામાં આવેલ છે. જે બન્ને વ્‍યક્‍તિઓને મળેલ લોનના ચેક મર્કેન્‍ટાઇલ બેન્‍કના બ્રાન્‍ચ મેનેજરશ્રી તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના વરદ હસ્‍તે આપવામાં આવેલ છે.

સદરહુ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય લોકો વ્‍યાજખોરોની ચુંગાલમાં ના ફસાય તથા તમામ બેન્‍ક ખૂબ જ ઝડપથી અને સરળતાથી લોન ઉપલબ્‍ધ કરવી આપે છે. જેથી આક જનતા પોતાની આકસ્‍મિક કે રોજિંદી જરૂરીયાત સંતોષવા વ્‍યાજખોરો પાસે ના જાય અને વિવિધ નણાંકિય સંસ્‍થાઓ કે બેન્‍કનો એપ્રોચ કરે તે હતો.

ગીર સોમનાથ જીલ્લા પોલીસ, નાણાંકિય સંસ્‍થાઓ, વિવિધ બેન્‍ક, મિડીયા અને સમાજના પ્રતિનિધીઓની બહોળી હાજરીથી આ ઉદ્દેશ્‍ય સિધ્‍ધ થશે તેવી સર્વેએ આશા વ્‍યક્‍ત કરી હતી.(

(11:05 am IST)