Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ભાવનગરના કરદેજ નજીક ટ્રક અડફેટે પરપ્રાંતીય ક્‍લીનરનું મોત

ભાવનગર,તા.૨: નજીકના વરતેજ તાબેના કરદેજ ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા પરપ્રાંતીય ટ્રક કલીનરનું રોડ ક્રોસ કરતી વખતે ટ્રક અડફેટે મોત નીપજયું હતું.ᅠ

વિગતો મુજબ રાજસ્‍થાનના હનુમાનગઢ જિલ્લાના વતની પવનકુમાર ઓમપ્રકાશ ગોસ્‍વામી અને કલીનર લખવિંદરસિંઘ બલવીરસિંઘ શીખ જોધપુરથી ટ્રકમાં પાઉડર ભરીને આવ્‍યા હતા અને ઘોઘા પાસે આવેલ ફેક્‍ટરીમાં પાઉડરનો જથ્‍થો ઉતાર્યા બાદ ટ્રક લઈને તેમની કરદેજ ગામ પાસે આવેલ અબોહર ફઝલિક ટ્રાન્‍સપોર્ટની ઓફિસ ખાતે પરત આવ્‍યા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું.

આજે સવારે ટ્રકના કલીનર લખવિંદરસિંઘ બલવીરસિંઘ શીખ ટ્રાન્‍સપોર્ટ ઓફિસ સામે આવેલ હોટલમાં ચા પીવા માટે ગયા હતા ત્‍યારે રોડ ક્રોસ કરતી વખતે કરદેજ ગામ તરફથી આવતી ટ્રક નં.જી.જે.૦૪ વી. ૨૮૧૮ ના ચાલજે તેમને અડફેટે લેતા લખવિંદરસિંઘને ગંભીર હાલતે સારવાર અર્થે વરતેજ સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે ટ્રકના ચાલક પવનકુમાર ઓમપ્રકાશ ગોસ્‍વામીએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:38 am IST)