Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બોટાદ કસાઇવાડામાં ચેકીંગ

બોટાદ,તા. ૨ : ગુજરાત હાઇકોર્ટેના હુકમ મુજબ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર માંસમટનના વેપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ તેના અનુસંધાને ગુજરાતભરમાં કસાઇવાડામાં માંસમટનના ગેરકાયદેસર વેચાણ અંગે તપાસ કરવામાં આવી રહી છે તેવી રીતે બોટાદમાં ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાએ બોટાદ પોલીસના ઇન્‍ચાર્જ રમેશભાઇ બારૈયા તથા પાયલોટ ભુપતભાઇ માંગુડા તથા નગરપાલિકા સોપ ઇન્‍સ્‍પેકટર રાજુભાઇ ડેરૈગા, સેનેટરી ઇન્‍સપેકટર હાર્દિકભાઇ જોષી તથા સેનેટરી ઇન્‍સ્‍પેકટર જયદીપભાઇ બાવળીયા અને ગૌરક્ષકોની ટીમ સાથે કસાઇવાડામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ અને ગેરકાયદેસર માંસમટનનો વેપાર ન કરવા સુચના આપવામાં આવેલ. તપાસ કરતા માંસમટનનો વેપાર બંધ હતો અને ગેરકાયદેસર માંસમટનનો વેપાર નહિ કરવી તેવી કસાઇઓ તરફથી બાહેંધરી આવામાં આવેલ.

(10:36 am IST)