Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સંત દાસી જીવણ સાહેબ સેવાશ્રમ ચેરી. ટ્રસ્‍ટ દ્વારા ગોંડલના ઘોઘાવદર ખાતે સમુહલગ્ન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨ : સંતદાસી જીવણ સાહેબ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંત દાસી જીવણ સાહેબ દાતાઓના સહયોગથી સંતદાસીજીવણ સાહેબના જગ્‍યાના આયોજક કમીટી દ્વારા સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્‍મજયંતિના પાવન દિવસો ભવ્‍ય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૫/૨ રવિવારના રોજ ઘોઘાવદર, સાંસદ રમેશ ધડુકની વાડી, આટકોટ-ગોંડલ રોડ ખાતે ૧૧ દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. સવારે ૮ કલાકે સામૈેયા થશે.

સવારે ૧૦ થી ૧૧ દાતાઓ અને મહેમાનોનું સન્‍માન અને સવારે ૧૧ કલાકે ૧૧ દંપતિને સંતો મહંતો આર્શીવચન પાઠવશે આ શુભ પ્રસંગે પ.પૂ. ગુલાબદાસ બાપુ સંત ભીમ સાહેબની જગ્‍યા ગુરૂગાદી આમરણ,પ.પૂ.૧૦૦૮ મહામંડલેશ્રર ગોરધન બાપા, પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્રર ભોગાવદર, મહંત ગીરીશ મહારાજ બરોડા પ.પૂ.કાંતિરામ બાપુ અને પૂ.રમણબાપુ ડાકોર પૂ.ભરતગીરી ગુરૂ સોમલગીરી, અમરેલી પ.પૂ.નગા ભગત, ભવનાથ તળેટી, પં.પુ. વાલદાસ બાપુ, વાડાસડા પ.પૂ.ડાયાભગત, ભંડારીયા, પૂ.આણંદાસ બાપુ, કચ્‍છ, સંત રોહિદાસ આશ્રમ સરસઈ, પ.પૂ. વિજય બાપુ ખાસ ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળતા બનાવવા દાસી જીવણ સાહેબની જગ્‍યા પરિવારના મહંત મોરારીબાપુ (ઘોઘાવદર) મહંત અનિલબાપુ, મહંત દિપક રામ, જયંતિભાઈ પરમાર, નારણભાઈ ખીમસુરીયા જહેમત ઉઠાવી રહ્યા છે

(10:24 am IST)