Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

યાત્રાધામ વિરપુર જલારામમાં ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરથી બચવા પોલીસ મથકે લોન મેળાનું આયોજન

યાત્રાધામ વિરપુર જલારામમાં ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરથી બચવા પોલીસ મથકે લોન મેળાનું આયોજન  કરાયું હતું

  સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુર ખાતે રાજકોટ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જેતપુર ડિવિઝનના ડીવાયએસપી રોહિતજી ડોડીયાના અધ્યક્ષ સ્થાને વિરપુર પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ચંગલ માં ફસાયેલા લોકો તેમજ વ્યાજકવાદના ચંગુલમાં લોકો ખોટી રીતે ન ફસાઈ અને તેવી ઘટનાઓથી પીડાઈ નહીં તેવા હેતુસર લોકોને અલગ અલગ પ્રકારે અલગ અલગ વિભાગોમાંથી મળતી લોનની માહિતીઓ આપવા માટે લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ,વિરપુર પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.પરમાર તેમજ વિરપુર એસબીઆઈ બેંકના મેનેજર તથા ગ્રામિણ બેંક કર્મચારીઓ અને આઈ આઈ એફ એલ બેંકના સહિતના કર્મચારીઓ દ્વારા લોકોને બેન્ક લોન વિશે માહિતગાર કર્યા હતા,

   વીરપુર ખાતે યોજાયેલા લોન કેમ્પના કાર્યક્રમ અંગે જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક રોહિતજી ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે અભિગમ ચાલી રહ્યો છે તેમાં લોકો વ્યાજખોરોના ચંગોલમાં ન ફસાઈ અને લોકોને જ્યારે આર્થિક જરૂર પડે ત્યારે વ્યાજખોરોના બદલે અલગ અલગ બેંકના માધ્યમોથી લોન મળે તે માટે બેન્કનો સહકાર લઇ અને જરૂરિયાતમંદ લોકોને બેંક માર્ગ પરથી નાણા મળી શકે અને લોન મેળવી શકે તેવા હેતુસર સૌ કોઈ લોકોને માહિતગાર કરાવી અને લોકો વ્યાજકવાદમાં ન ફસે તેમજ પોતાની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવા માધ્યમથી અને તેવા હેતુથી આ લોન કેમ્પના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(12:06 am IST)