Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ગિરનાર રોપ-વેનું મહાકાય મટીરીયલ હેલિકોપ્ટર મારફતે અંબાજી પર પહોંચાડવાનું શરૃઃ સવારે ઉડાન ભરી

હેલિકોપ્ટરમાં ક્રેઇન દ્વારા વજનદાર પોલ લઇ જવાયા

રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનના અગ્રણીઓની બેઠક પ્રમુખ ડી.કે. સખિયા અને પ્રભારી પ્રકાશ સોનીની હાજરીમાં મળેલ તે પ્રસંગની તસ્વીર.(૧.૮)

 જૂનાગઢ તા. ર :.. ગિરનાર રોપ-વેનું મહાકાય મટીરીયલ હેલિકોપ્ટર મારફતે અંબાજી પર પહોંચાડવાની કામગીરી આજથી શરૂ કરી દેવાઇ છે અને સવારે હેલિકોપ્ટરે પ્રથમ ઉડાન ભરી હતી.

ગીરનાર રોપ-વે પ્રોજેકટની કામગીરી માટે ઉષા બ્રેકો કંપની દ્વારા રાત-દિવસ એક કરવામાં આવ્યા છે અને આજથી રોપ-વેનો માલ-સામાન હેલિકોપ્ટર દ્વારા અપર સ્ટેશન અંબાજી ખાતે પહોંચાડવાનું શરૂ કરાયુ હતું.

આજે સવારે ૮ કલાકે ભવનાથ તળેટી ખાતેથી રોપ-વેનાં મટીરીયલ સાથે પ્રથમ ઉડાળ ભરી હતી.

લાંબા વજનદાર પોલ તેમજ ભારેખમ મશીનરી અંબાજી ખાતે પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે.

હેલિકોપ્ટરમાં ક્રેઇન દ્વારા વજનદાર પોલ વગેરે આજે સવારે અંબાજી પર પહોંચાડવાની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવેલ.

આગામી પાંચ દિવસ સુધી હેલિકોપ્ટર દ્વારા રોપ-વેનો માલ સામાન ગિરનાર અંબાજી પર લઇ જવા સવારે ૮ થી ૧૧ દરમ્યાન કામગીરી શરૂ કરાઇ છે.

આજે પ્રારંભે સવારે ૮ કલાકે ઉષા બ્રેકો કંપનીનાં પ્રોજેકટ ઇન્ચાર્જ દિનેશ નેગીની રાહબરીમાં હેલિકોપ્ટર મારફત સાઇટ વીઝીટ કરવામાં આવી હતી અને માલ સામાન અંબાજી ખાતે પહોંચાડવાનું શરૂ કરાયુ હતું.

હેલિકોપ્ટર સાથે બે પાયલોટ તેમજ એન્જીનીયર સહિતની ટીમ પણ છે. તેમજ ખાસ ટેકનીકલ ટીમે અંબાજી પર રોપ-વેનો માલ-સામાન લઇ જવાની હેલિકોપ્ટર મારફતે કવાયત શરૂ કરી છે. આમ ગિરનાર રોપ-વેની કામગીરીમાં ગતિ આવતાં લોકોમાં ખુશી વ્યાપી ગઇ છે.

(12:18 pm IST)