Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

જસદણના દહીંસરામાં કુવામાં પડી જતા વૃધ્‍ધા બાલુબેન સાકરીયાનું મોત

જસદણ, તા.૨: જસદણ તાલુકાના દહીંસરા ગામે અકસ્‍માતે કુવામાં પડી જતા કોળી વૃધ્‍ધાનું કરૂણ મોત નિપજયું હતું. આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના દહીંસરા ગામે ગઇકાલે પોતાની વાડીએ કોળી વૃધ્‍ધા બાલુબેન નારણભાઇ સાકરીયા (ઉ.વ.૬પ) અકસ્‍માતે કુવામાં પડી જતા તેનું કરૂણ મોત નીપજયું હતું. તેમના મૃતદેહને જસદણ પી.એમ.અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. વધુ તપાસ ભાડલા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ મામૈયાભાઇ શામળા ચલાવી રહ્યા છે.

(12:17 pm IST)