Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

કેસરિયા ગામના પ્રશ્ને અનેક રજુઆત છતાં નિકાલ આવતો નથીઃ યુવાનને પોલીસે પકડી પાડયો

ઉનામાં આત્મવિલોપનનો પ્રયાસ

 ઉના તા.રઃ મામલતદાર કચેરી સામે કેસરીયા ગામનો યુવાન આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે પકડી પાડયો છે.

ઉના તાલુકાનાં કેસરીયા ગામનો અરજણભાઇ પાંચાભાઇ શીંગડ (ઉ.વ.૪૦)નાં કેસરીયા ગામનાં પ્રશ્નો બાબતે મામલતદારને લેખિત રજુઆત કરવા છતાં તેનો નિકાલ કરાતો ન હોય તેથી આત્મવિલોપનની ચિમકી આપી હતી.

ત્યારબાદના મામલતદાર કચેરી સામે આત્મવિલોપન કરવાનો હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખેલ અને બપોરના સમયે તે કોથળીમાં કેરોસીન ભરી પ્રવેશ કરી રહયો હતો ત્યારે પોલીસ જમાદાર હિરેનભાઇ આર. ઝાલાએ કેરોસીન છાંટે તે પહેલા કેરોસીનની થેલી કબ્જે કરી સી.આર.સી. ૧૦૭ મુજબ અટક કરી તેમના જામીન લેવરાવ્યા હતા.(૧.૬)

(12:15 pm IST)