Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

દામનગરમાં સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ સરકારી સેવાઓ અપાઇ

દામનગર, તા.૨: શહેરમાં નગરપાલિકા કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી અસારીની અધ્યક્ષતામાં સેવાસતુ યોજાયો સેવાસેતુને ખરા અર્થમાં આમ જનતા અને સરકાર વચ્ચે સેતુ બનાવતા સેવાસેતુ પ્રાંતની તંત્રને તાકીદ દરેક કચેરીઓની ઉપસ્થિતિમાં નિયત નમુના ફોર્મ દરખાસ્તોનું સરળીકરણ કરોની સૂચના તાલુકા મામલતદાર મણાત નાયબ મામલતદાર બાવીસી ચીફ ઓફિસર ત્રિવેદી અને ગરણિયાનું સતત મોનિટરીંગ રેવન્યુ જનસેવા સીટી સર્વે પોલીસ પશુપાલન પી.જી.વી.સી.એલ ગેસ અન્ન પુરવઠા આરોગ્ય શિક્ષણ માર્ગ પરિવહન આધારમાં અમૃત ચૂંટણી આવાસ કૃષિ વન પર્યાવરણ મહિલા અને બાળ વિકાસ આઇ સી ડી એસ સુપરવાઇઝર આંગણવાડી વર્કર હેલ્પર પિટિશન રાઇટર સ્ટેમ્પ વેન્ડર સહિતની કચેરીઓના અધિકારીઓ દ્વારા સેવસેતુમાં સેવા માટે હાજરી જોવા મળી હતી.

નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ ખાતે સવાર થી અરજદારોનો પ્રવાહ શરૂ રહ્યો હતો સ્થાનિક અગ્રણીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ નગરપાલિકા પ્રમુખ સદસ્યો સહિત બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં સેવાસેતુને સુંદર સફળતા મળી હતી.(૨૩.૨)

(12:01 pm IST)