Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સુરેન્દ્રનગરમાં વોલીબોલ ચેરીટી રન તથા સ્પીરીટ ઓફ યુનિટી યોજાઈ

વઢવાણ, તા. ૨ : અમદાવાદ ડીફેન્ડરર્સ અને સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા વોલીબોલ ચેરીટી રન ફોર યુનીટીનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ ડીફેન્ડરર્સ દ્વારા આ નોબલ કોઝ માટે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાની પસંદગી કરવામાં આવી છે. વોલીબોલ ચેરીટી રન અને સ્પીરીટ ઓફ યુનીટી ૫ કી.મી.ની અને દિવ્યાંગ બાળકો માટે ૧ કી.મી. રન વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ડીફેન્ડરર્સ અને સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં તમામ જિલ્લામાં ચેરીટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ચેરીટી રનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ બાળકો તથા નોર્મલ વ્યકિતઓએ પણ રનમાં ભાગ લીધો હતો.

અમદાવાદ ડીફેન્ડરર્સ અને સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા એ.પી.એમ.સી. વઢવાણથી બસ સ્ટેશન સુરેન્દ્રનગર સુધી ચેરીટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ વિશેષ ઉપસ્થિત રહી ભાગ લેનારને પ્રોત્સાહીત કર્યા હતા. તેમ એકઝિકયુટીવ ડાયરેકટર આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલાની યાદીમાં જણાવાયું છે. (૪૫.૨)

(11:38 am IST)