Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

જામનગરમાં નેત્રયજ્ઞ, એકયુપ્રેશર કેમ્પ તથા દંતચિકિત્સા કેમ્પ

જામનગર તા.ર : ગાયત્રી શકિતપીઠ જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે શરૂ સેકશન રોડ શિવમ પેટ્રોલપંપની પાછળ માસ્તર સોસાયટી ખાતે ગાયત્રી શકિતપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામુલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન તા.પ મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ સુધી કરવામાં આવેલુ છે.

વિનામુલ્યે સદગુરૂ નેત્રયજ્ઞમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોકટર તથા સ્ટાફ યોગદાન આપશે. સદગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલની બસમાં લઇ જઇ આધુનીક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓેપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવશે તથા વિનામુલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા, પાણી, નાસ્તો, ચશ્મા,દવા, ટીપા મફત અપાશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.

આ દિવસે શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગરના કાયમી ધોરણે ચાલતા એકયુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવેલુ છે. શરીરના કોઇપણ અંગના દુઃખાવા માટે એકયુપ્રેશર સારવાર આપવામાં આવશે તેમજ જામનગરના સુપ્રસિધ્ધ દંત ચિકિત્સક ડો.મૌલિકભાઇ ભટ્ટ દ્વારા નિઃશુલ્ક દંતચિકિત્સા કરવામાં આવશે. કેમ્પનો લાભ શ્રી ગાયત્રી શકિતપીઠ એક યાદીમાં અનુરોધ કરે છે.

ગાયત્રી શકિતપીઠનું ગૌરવ

અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના નેજા તળે સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારતના ૧૭ રાજયોમાં જૂદી જૂદી ભાષામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વર્ષ ૧૯૯૪ થી યોજાઇ રહી છે. જેમાં આ વર્ષ જામનગર જિલ્લાના ધોરણ પ થી ૧૨માં ૧૧,૦૦૦ થી વધારે વિદ્યાર્થી ભાઇ બહેનો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઇ બહેનોની રાજયકક્ષાની પરીક્ષા રાજકોટ શકિતપીઠે યોજાઇ ગઇ. જેમાં સમગ્ર રાજયમાં કુમારી લાડાણી ધનવી ચેતનભાઇ ધો.પ મધર ટેરેસા શાળા જામજોધપુર પ્રથમ સ્થાન તેમજ કુમારી ભેસદડીયા સાનવી દિપેનભાઇ ધોરણ ૬ વિદ્યાદીપ સંકુલ લાલપુર. સમગ્ર રાજયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન મળી રહેલ છે. મે ૨૦૧૯ના શાંતિકુંજ હરિદ્વાર નેશનલ કક્ષાની શિબિરમાં ભાગ લેવા જશે. સમગ્ર ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન જિલ્લા સંયોજક મનહરભાઇ જોશી તથા રજનીકાંતભાઇ વીંછીએ કર્યુ હતુ.(૪૫.૫)

 

(11:36 am IST)