Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ગોંડલના ઉમવાડા રોડ ઉપર ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં વેરહાઉસમાં લાગેલી આગનો ધુમાડો અને રજ વ્યાપક પ્રમાણમાં આવી છે: સ્કૂલના ટ્રસ્ટી જગદીશ સાટોડિયા

સ્કૂલમાં ફરજિયાત રજા પાળવાની નોબત આવી છે, શાળાના બારસો વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતા 800 વિદ્યાર્થીઓને પણ તેમના ગામ અને ઘર મોકલવાની વ્યવસ્થા હાથ ધરાઇ છે

ગોંડલ: ગોંડલના ઉમવાડા રોડ ઉપર ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કુલમાં વેરહાઉસમાં લાગેલી આગનો ધુમાડો અને રજ વ્યાપક પ્રમાણમાં આવી રહી હોય સ્કૂલના ટ્રસ્ટી જગદીશ સાટોડિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ અમારે સ્કૂલમાં ફરજિયાત રજા પાળવાની નોબત આવી છે, શાળાના બારસો વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતા 800 વિદ્યાર્થીઓને પણ તેમના ગામ અને ઘર મોકલવાની વ્યવસ્થા હાથ ધરાઇ છે, દુઃખની વાત છે કે આવું વિશાળ તંત્ર આજે ત્રણ-ત્રણ દિવસ થવા છતાં પણ આગને કાબુમાં કરી શક્યું નથી જેનો ભોગ અમારી શાળા બનવા પામી છે. નાછૂટકે અમારી શાળાને રજા જાહેર કરવી પડી છે જે મોટી દુઃખની વાત છે.

(1:08 am IST)