Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

વેરાવળમાં પાલિકા દ્વારા દબાણ હટાવ ઝૂંબેશઃ એકની અટકાયતઃ હજારોનો દંડ વસુલાયો

વેરાવળ તા.ર : નગરપાલીકા દ્વારા સટા બજાર, સુભાષ રોડ મુખ્ય બજારોમાં બે દિવસથી જ લોકોએ દબાણ કરેલ હોય તેને હટાવવા માટે લેખીત આપેલ હતું તેમજ રીક્ષા ફેરવેલ હતી પણ કોઇએ અમલવારી ન કરતા આજે સવારે ટ્રેનીંગ અધિકારી ઓમપ્રકાશ સહીત નગરપાલિકાના સ્ટાફ ટ્રેકટર, જેસીબી સાથેનિકળેલ હતા તેને પબ્લીક લાઇબ્રેરીથી સ્વામીનારાયણ મંદિર, સુભાષ રોડ સુધી રાત્રે ૮ વાગ્યા સુધી તોડવાની કામગીરી કરેલ હતી જેમાં અનેક ઓટલા, છાપરા, રવેશ તોડી પડાયેલ હતા તેમજ બન્ને બાજુ રખાયેલ કેબીનો દુર કરાવેલ હતી નગરપાલિકા દ્વારા જે જગ્યાએ છાપરા ઓટલા, રવેશ તોડી પડાયેલ હતા તેનો હજારો રૂપિયા ચાર્જ પણ વસુલ કરાયેલ હતો અચાનક આટલા મોટા પાયે તોડફોડની શરૂઆત થઇ જતા મોટી સંખ્યામાં શહેરના નાગરીકો જોવા ઉભા રહી ગયેલ હતા અધિકારીઓએ જણાવેલ  હતું કે હજુ પણ આ ઝૂંબેશ ચાલશે અને જો ગેરકાયદેસર ઓટલા, છાપરા, રવેશ કાઢવામાં નહી આવે તો પાલિકા દ્વારા તોડી નાખવામાં આવશે તેની ચાર્જ પણ વસુલ કરવામાં આવશે.

કોગ્રેસ ભાજપના નગરસેવકો દ્વારા બોર્ડમાં આ ગેરકાયદેસર બાંધકામ તોડવાનો એક સાથે નિર્ણય લીધેલ હોય જેથી વેપારીઓમાં પણ બન્ને પક્ષના નગરસેવકો સામે રોષ વ્યાપેલ છે.

સટ્ટા બજાર સુભાષ રોડ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરાયેલા ઓટલા રવેશ તેમજ કેબીનો રેકડીઓ કાઠવાની કામગીરી ચાલતી હતી તે દરમ્યાન અમુક વેપારીઓ દ્વારા અધિકારીઓ સાથે બોલાચાલી કરી આ કામગીરી અટકાવવાનો પ્રયત્ન કરેલ હતો જેમાં સુભાષ રોડ હીતેષ બાબુ સાગર ની પોલીસે અટક કરેલ હતી તેમજ ૧૫ વેપારીઓને માફીપત્ર લખાવીને છોડી દેવાયા હતા અત્યારે ફરી પાછી કામગીરી નગરપાલિકા તરફથી શરૂ કરાયેલ છે

(3:38 pm IST)