Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ગાંધીધામમાં ગુરખા તસ્કર ગેંગ ઝડપાઇ

ચોકાદારી કરી ગાડીની સાફસફાઇ બાદ રેડી કરીને ૫૪ દુકાનોના તાળા તોડનાર ૮ નેપાળીઓ ઝડપાયા

ભુજ તા.૨: ચોકી કરવા માટે જેમના ઉપર વિશ્વાસ રખાતો હતો તે ગુરખાઓ હવે વફાદાર રહ્યા નથી ભુજમાં ઘણા સમય પહેલા ગુરખા તસ્કર ગેંગ ઝડપાઇ હતી. હવે ગાંધીધામ પોલીસે એક સાથે ૫૪ દુકાનો અને ઓફિસોના તાળા તોડીને તસ્કરીનો તરખાટ મચાવનાર ૮ ગુરખા તસ્કરોની ગેંગ ઝડપી પાડી છે.

પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જેપી જાડેજા અને સ્ટાફે નમરાજ હરખ બહાદુર શાહી, સજન બહાદુર પદમ બહાદુર  શાહી, હસ્ત બહાદુર શાહી, લોક બહાદુર શાહી, હરક બહાદુર શાહી, બસંત દમન શાહી, તપેન્દ્ર જયરૂમ શાહી, કમલ લોકબહાદુરની ધરપકડ કરી છે. આ ગેંગના બે માસ્ટર માઇન્ડ બજીર હસ્તી બહાદુર શાહી અને ગણેશ રાણાને પકડવાના બાકી છે.

બન્ને માસ્ટર માઇન્ડ શખ્સો બજીર અને ગણેશ ગાંધીધામમાં રહીને ચોકીદારી સાથે વાહનોની સાફ સફાઇ કરી રેકી કરતા હતા અને ત્યારબાદ ચોરીનો પ્લાન બનાવતા હતા. આરોપીઓ મોબાઇલ ચોર્યા બાદ તેને નેપાલમાં વેચતા અને વાપરતા હતા જેથી મોબાઇલ ટ્રેક ન થાય પોલીસે તેમની પાસેથી લેપટોપ, ૬ મોબાઇલ ૧૫ હજાર રોકડા તેમજ ચોરીના સાધનો ઝડપ્યા છે.

(12:50 pm IST)