Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પુ.મોરારીબાપુએ અમરેલીના કાતર ગામમાં ખેતમજૂરની મહેમાનગતિ માણીઃ રોટલા ખાધા

અમરેલી તા.૨: મોરારીબાપુ કાલે સાવરકુંડલા તરફથી કાતર ગામ તરફ ભંડારાના પ્રસંગમાં જતા હતા અને ધુડીયા આગરીયા અને વાવડી વચ્ચે ભર બપોરના સમયે પસાર થયા અને એક વાડી વિસ્તારમાં  જ્યાં ખેત મજુર પોતાના ઝુંપડામાં કામ કરતો હતો અને મોરારીબાપુએ ત્યાં રોટલા ખાઇને સત્સંગ કર્યાબાદ આરામ કર્યો છે

ખેત મજુરને બાપુએ કહ્યું રોટલો ખાવો છે અને મજુર પરિવાર ના હાથે રોટલો બન્યો અને આ બાપુએ અહી રોટલો ખાધો અને બાપુ અહીં ખુલા ખેતરમાં ર કલાક કરતા વધુ સમય આરામ કર્યો હતો. ત્યાર બાદ મોરારીબાપુએ કેટલીક ચીજ વસ્તુ અહીં પરિવાર અને બાળકોને આપી હતી જેને લઇ ને આ ગરીબ પરિવારની મહિલાઓ અને બાળકો ખુશ થઇ ગયા હતા અહી મહત્વની વાત તો એ છે આ ખેત મજુર પરિવારને ખબર પણ ન હતી મોરારીબાપુ આ વાડીમાં આવશે અને તેના હાથનું ભોજન લેશે અને તેનીજ વાડીમાં આરામ કરશે પરંતુ મોરારીબાપુ ના સેવકો સુત્રો પાસેથી એવું જામવા મળિયું હતું મોરારીબાપુ આવા અનેક ગરીબ પરિવારને ત્યાં આરામ કરે છે અને ભોજન લેઇ છે પરંતુ મોરારીબાપુ મોટા ભાગે સિમ વિસ્તાર માંઆરામ કરતા વધુ જોવા મળે છે આજે આ વાડીમાં પૂજ્ય મોરારીબાપુ, લોક સાહિત્યકાર માયાભાઇ આહીર, પ્રોફેસર બી.ડી.વરૂ, વસંતબાપુ લેખક સહીત અનેક લોકો નામાંકિત પણ સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે આ વાડી વિસ્તારમાં બાપુના રોકાણ થી આ વિસ્તારના લોકોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે.

(12:49 pm IST)