Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પડધરીમાં જુગાર રમતા ૮ પકડાયા

એમ.પી.ના સોબરન, હરીદર્શનસિંહ, રાજેશ બન્ટુ, બીલસીંગ, ભવનભાઇ, રાજવીરસિંગ અને રામવીરની ધરપકડ

રાજકોટ તા.ર : પડધરીના ગીતાનગરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પડધરી પોલીસ મથકના યુવરાજસિંહ ગોહિલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગીતાનગર બાપા સીતારામ ચોકવાળી શેરીમાં દરોડો પાડી, મુળ એમ.પી.ના હાલ ગીતાનગરમાં રહેતા સોબરન હરકિશન લોહીરી, હરીદર્શનસિંહ શ્યામ બિહારીલાલ રાયપુરીયા, રાજેશ નાથુરામ કુસ્તરાવ, બન્ટુ છોટેલાલ બર્મા, બીલસીંગ રામગોપલ બરસેના, ભવન રામધની તોકીરી, રાજવીરસિંગ રામગોપાલ બરસેના અને રામવીરસિંગ રામગોપાલ બરસેનાને પકડી લઇ રૂ.૧પ,ર૦૦ની રોકડ સહિતની માલમતા કબ્જે કરી તપાસ આદરી છે.

(11:42 am IST)