Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

વાંકાનેરની યુવતીને બ્લેક મેઇલ કરતા પકડાયેલ સાધુ અંગ્રેજી સહિત ૧૪ ભાષા જાણે છે!

લંડનના જૂના ફોટો મૂકી યુવતીઓને ફસાવતો'તાઃ પકડાયેલ સાધુ ગૌતમ ગોંડલીયાને રીમાન્ડ પર લેવા તજવીજ

મોરબી તા. ર :.. ફેક આઇડી બનાવીને વાંકાનેરની યુવતીને બ્લેક મેઇલ કરનાર સાધુને મોરબી પોલીસે ઝડપી લીધા બાદ  તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. પકડાયેલ સાધુ અગાઉ વિદેશ હતો ત્યારના જૂના ફોટા મુકી યુવતીઓને ફસાવતો હતો અનેતે અંગ્રેજીસહિત ૧૪ ભાષા જાણતો હોવાનું ખુલ્યું છે.

 મળતી વિગત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેરની એક યુવતીના ભાઈએ સાયબર ક્રાઈમ અંગે પોલીસને અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સટ્રાગ્રામમાં ફેક આઈડી બનાવીને એક શખ્શે યુવતીને પ્રેમજળમાં ફસાવીને તેને બ્લેકમેલ કરવાની ધમકી આપીને લગ્ન કરવાનું દબાણ કરતો હોય જે ફેક આઈડીને શોધી કાઢવા પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપી ગૌતમ જગદીશચંદ્ર ગોંડલીયા માર્ગી સાધુ રહે. ધોરાજી જી. રાજકોટ મૂળ રહે. વિસાવદર જી. જુનાગઢ વાળાને ઝડપી લઈને આકરી પૂછરપછ કરતા તેને ફેક આઈડી બનાવી યુવતીને બ્લેકમેલ કર્યાની કબુલાત આપી હતી સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરનાર આ સાધુ ઉચ્ચ અભ્યાસ કરેલો શખ્શ હોવાનું જાણવા મળ્યું છે જે વર્ષ ૧૯૯૯ માં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ લંડનમાં ૧૨ વર્ષ રહ્યો હતો જયાં તેને એમબીએ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી વર્ષ ૨૦૧૧ માં ભારત પરત આવ્યો હતો અને વર્ષ ૨૦૧૩ માં પિતા અને ૨૦૧૪ માં માતાના અવસાન બાદ તે સાધુ બની ગયો હતો જે છ માસ સુધી જુનાગઢ અને છ માસ સાવરકુંડલા આશ્રમમાં રહ્યો હતો.

આરોપીની મોડસ ઓપરેન્ડીનીએ પણ પોલીસને ચોકાવી હતી કારણકે આરોપી સાધુ હોવા છતાં સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીનો સારો જાણકાર હતો જે પ્રિન્સ ચેતન અને કરન ઠક્કર નામના ફેક આઈડી બનાવ્યા હતા જેમાં તેને વાંકાનેરની યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતીના વિવિધ ફોટો મંગાવી લીધા હતા અને બાદમાં લગ્ન કરવાનું દબાણ કરવા લાગ્યો અને લગ્ન કરવા રાજી ના થાય તો તેને ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.  આરોપી પાસેથી બે મોબઈલ કબજે કર્યા છે જેમાં બે ફેસબુક આઈડી , બે ઇન્સટ્રાગામ અને ૪ વોટ્સઅપ ના આઈ.ડી. તેમાં જોવા મળ્યા છે.

પકડાયેલ સાધુ  વર્ષ ૨૦૧૫ બાદ ૬ મહિના જેટલો જુનાગઢમાં સાધુ તરીકે જીવન વિતાવ્યુ બાદમાં સાવરકુંડલા માં એક શિવ મંદીરમાં રેહતો અને ત્યાં સેવા કરતો તેમજ ગામના બાળકોને પણ શિક્ષક તરીકે ભણાવતો હતો.

સાધુ યુવાન લડન રહ્યો હોવાથી અંગ્રેજી, ગુજરાતી, હિન્દી સહિત વિદેશી ની બીજી ૧૧ ભાષાઓ સાથે ૧૪ ભાષા પર પ્રભુત્વ ધરાવતો હતો અને કોઈને પણ પોતની વાતમાં ભોળવી લેવો તેવી વાતો કરતો હતો.

સાધુના વેશમાં આ શેતાન ફેસબુક ના બે આઈ.ડી., ઇન્સ્ટ્રાગામ ના બે આઈ.ડી. , અને વોટ્સપર પણ ૪ નમ્બર રાખતો જેમાં વોટ્સપ નમ્બર એક એપ દ્વારા લંડન નમ્બર ઉપયોગ કરતો જેથી તેની વાત ભરોસો આવે અને યુવતીઓને લલચાવ પોતના લંડન જુના ફોટો મૂકી મોટી મોટી વાતો કરતો હતો. પકડાયેલ સાધુને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

(11:39 am IST)