Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કાલથી સાવરકુંડલામાં પૂ. મોરારીબાપુની રામકથા

રામકથા સસિ કિરન સમાન...સંત ચકોર કરહિં જેહિ પાના... હરિ હર કથા બિરાજીત બેની... સુનત સકલ મુદ મંગલ દેની : શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર-નિઃશુલ્ક હોસ્પીટલના લાભાર્થે ભવ્ય આયોજનઃ ૧૧ મી સુધી રામનામ ગુંજશે

સાવરકુંડલા શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની પૂ.મોરારીબાપુએ મુલાકાત લીધી હતી તે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. બીજી તસ્વીરમાં પૂ.મોરારીબાપુ આરોગ્ય મંદિરના હોદેદારો, તબીબો અને સ્ટાફ સાથે નજરે પડે છે.

રાજકોટ, તા., ર : કાલે તા.૩ને શનિવારથી પૂ.મોરારીબાપુના વ્યાસાસને શ્રી લલ્ુભાઇ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાના લાભાર્થે ચિત્રકુટધામ ઘનશ્યામભાઇ ડોબરીયાની વાડી, મહુવા રોડ, સાવરકુંડલા, જી.અમરેલી ખાતે શ્રીરામ કથાનો પ્રારંભ થશે.

આગમ નિગમ પ્રસિધ્ધ પુરાના સેવા ધરમ કઠીન જગુ જાના...

ફકત સેવા ભાવથી નિર્મિત, સાવરકુંડલા સ્થિત વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલના લાભાર્થે આયોજીત શ્રી રામ કથાનો પ્રારંભ તા.૩ને શનિવારે સાંજે ૪ વાગ્યે થશે અને સાંજના ૭ વાગ્યા સુધી પૂ.મોરારીબાપુ પ્રથમ દિવસે શ્રી રામ કથાનું રસપાન કરાવશે.

તા.૪ને રવિવારથી તા.૧૧ને રવિવાર સુધી દરરોજ સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પૂ.મોરારીબાપુ શ્રી રામ કથાનું રસપાન કરાવશે. આ કથા માટે શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન પરિવાર તથા હેમલભાઇ અને સરજુભાઇ પાબારી પરિવાર (લેસ્ટર, યુકે)નો સહયોગ પ્રાપ્ત થયો છે.

પૂ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રીરામ કથામાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટી પડશે અને કથા શ્રવણનો લાભ લેશે.

પૂ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રી રામ કથાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને કથાનું રસપાન કરવામાં આવતા ભાવિકો માટે કથા સ્થળે સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

શ્રી રામ કથાના સફળ આયોજન માટે શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઇ મહેતા, ઉપપ્રમુખ ડો.નંદલાલ માનસેતા, ટ્રસ્ટીઓ દિવ્યકાંત સુચક, ભરત જોશી, જયકાંત સંઘવી, ભરત શાહ, ચંદ્રીકાબેન ઘેલાણી, કામદાર, અરવિંદ વસંત, જે.બી.વોરા, સવજીભાઇ ધોળકીયા, માર્ગદર્શકો, રાજયના પુર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, નટવર ગાંધી (યુએસએ), રતિલાલ બોરીસાગર, પરામર્શક મનુભાઇ મહેતા, નવીનચંદ્ર રવાણી, ધીરૂભાઇ દુધવાળાની આગેવાનીમાં સ્વયંસેવકો સાવરકુંડલાના ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

વેદનાને વ્હાલ આપી જોઇએ.... શ્વાસમાં સેવાને સ્થાપી જોઇએ

૩ વર્ષમાં ૩ લાખથી વધુ લોકોને આરોગ્ય સેવાનો લાભ

રાજકોટ, તા., ર : ન્યાયના પ્રતીક સમાં ત્રાજવાના નિર્માણ માટે ખ્યાતિ પામેલું સાવરકુંડલા હવે એક તીર્થ તરીકે પ્રતિષ્ઠા પામી આવે છે એક પણ રૂપિયાના શુલ્ક વિના મળતી સારવાર દર્દીને તેના પૂરા માન અને આદર જાળવીને ખૂબ પ્રેમપૂર્વક આપવામાં આવે છે.

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા ચાલતી આ નિઃશુલ્ક હોસ્પિટલના પ્રારંભથી આજ સુધીના ત્રણ વર્ષના ગાળામાં ત્રણ લાખથી વધુ દર્દીઓએ અહી આરોગ્યની સેવાનો લાભ લીધો છે. અમરેલી જીલ્લાના સાવરકુંડલાની પુણ્યભૂમિ ઉપર યજમાન છે અને કથાની તમામ વિત્તજા સેવા તેઓ અર્પણ કરશે. તો રામકથા પ્રેમ-યજ્ઞ નિમિતે એકઠું થનાર સેવા-ભંડોળ આ આરોગ્ય મંદિરના શ્રેયાર્થે અર્પણ કરવામાં આવશે.

દર્દીના મનને પ્રફુલ્લિીત રાખતી હરિયાળીથી આચ્છાદિત પ્રાંગણમાં સ્વાસ્થ્યના દેવ ધન્વંતરીનું મંદિર પણ હોસ્પિટલની આગવી વિશેષતા બની રહ્યું છે. અહીંનો સ્ટાફ ડોકટર્સ તેમજ  નર્સ સહિત તમામ લોકો યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવે અને ખુબ સ્નેહ અને આદર સાથે દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર રહે છ.ે ડાયાલીસીસ, પેથોલોજી લેબ,ગાયનેક વિભાગ, ફિઝિયો થેરાપી વિભાગ, સેલેબ્રલ પાલ્સી સહિતનો બાળકોનો વિભાગ, ડેન્ટલ, રેડીયોલોજી, હોલિસ્ટિક હેલ્થ સેન્ટર (હોમિયોપથી, આયુર્વેદ, નેચરોપથી અને યોગ કેન્દ્ર) ઉપરાંત દર્દીઓ અને સગાંગહાલા માટે નિઃશુલ્ક ભોજનાલય.

અવસર ઉપર તા.૪ સાંજે પૂ. મોરારીબાપુના હસ્તે જ આધુનિક ઉપકરણોથી સજજ ઓપરેશન અનરૂભ અને આરોગ્ય સેવા માટે જરૂરી વિભાગોનું પણ લોકાર્પણ થનાર છ.ેસાવરકુંડલા પંથકના એક જમાનાના અદલ ગાંધીવાદી અને સેવાના ભેખધારી લોકસેવક શ્રી લલ્લુભાઇ શેઠના કેવી રીતે થયો એ પણ એક દુર્લભ અને નોંધપાત્ર ઘટના છે. આપણી ભાષાના ઉતમ હાસ્યસર્જક-સાહિત્યકાર અને શ્રેષ્ઠ કેળવણીકાર શ્રી રતિલાલ બોરીસાગરનું વતન આ સાવરકુંડલા ગામ છે અને એમણે એમની કારકીર્દીના પ્રારંભના રપ જેટલા વર્ષો પ્રાથમીક, માધ્યમીક અને કોલેજ ઘણો નોંધપાત્ર તફાવત સર્જયો છે. એમાના કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા મળી ગુરૂ તરીકેના એમના ઋણને ફેડવાની પાંચમી તારીખે એક પ્રતિષ્ઠાનની સ્થાપના કરી આ પ્રતિષ્ઠાન-ટ્રસ્ટ દ્વારા દર વર્ષે એક સાંસ્કૃતિક-શૈક્ષણીક પર્વનું અને મહત્વની ઘટના હોય તો તે છે બીજા એક શિક્ષક-પૂ. મોરારીબાપુના આ પ્રકલ્પને મળેલા હ્ય્દયપુર્વકના આશીર્વાદ પ્રતિષ્ઠાનની સ્થાપનાના પ્રથમ દિવસથી જ પુજય બાપુ આ સંસ્થાનું સૌથી મોટું પ્રેરકબળ બની રહયા છે.

હોસ્પીટલના નિભાવ માટે દાનની વિવિધ યોજનાઓ અમલમાં મુકાઇ છે. જેમાં દરરોજના દસ રૂપીયાથી માંડીને સમસ્ત અને ચિત્રકુટધામ વતી રૂ. એક લાખની સૌ પ્રથમ તિથી પુ. મોરારીબાપુએ નોંધાવી સહુને પ્રેરીત કર્યા છે. વધુ વિગત માટે મો.નં. ૮૧૪૧૧ ૭પર૮૧ અને www.shreevidhyaguru.org ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

થોડી આંખો લૂંછી, થોડા હોઠને દીધા સ્મિત કોઇની પીડા પુછવી એ પણ થઇ પુજાની રીત

રવિવારે સાહિત્ય, શિક્ષણ સન્માન પર્વ રૂપે પર્વ અષ્ટમીઃ હોસ્પીટલમાં નવા વિભાગોનું લોકાર્પણ

રાજકોટ, તા., ૨: પુ.મોરારીબાપુના વ્યાસાસને કાલથી શ્રીરામ કથાનો સાવરકુંડલા ખાતે પ્રારંભ થઇ રહયો છે ત્યારે તા.૪ ને રવિવારે પૂ. મોરારીબાપુના હસ્તે આરોગ્ય મંદિરમાં નવા વિભાગોનું લોકાર્પણ તથા સાહિત્ય શિક્ષણ સન્માન પર્વરૂપે પર્વ અષ્ટમીનું આયોજન કરાયું છે.

થોડી આંખો લુછી થોડા હોઠને દીધા સ્મિત... કોઇની પીડા પુછવી એ પણ થઇ પુજાની રીત

તા.૭ જાન્યુઆરી ર૦૧પના રોજ લોકાર્પિત થયેલા શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના ૩ વર્ષ પુર્ણ થયા છે. હોસ્પીટલ ખાતે સેલેબુલ પાલ્સીગ્રસ્ત બાળકોની સારવાર સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે તા.૪ ને રવિવારે સાંજે પ વાગ્યે શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર, ખાદી કાર્યાલય કેમ્પસ, રેલ્વે સ્ટેશન સામે સાવરકુંડલા ખાતે પૂ.મોરારીબાપુના હસ્તે અદ્યતન ઉપકરણોથી સુસજ્જ, ઓપરેશન થીયેટર સાથેનો સર્જીકલ વોર્ડ રેડીયોલોજી ડીપાર્ટમેન્ટ, આઇસીયુ અને ટેલી મેડીસીન વિભાગોનું લોકાર્પણ કરવામાં આવશે.

જયારે તા.૪ ને રવિવારે સાંજના પ વાગ્યાથી  શ્રીરામકથા ગ્રાઉન્ડ મહુવા રોડ સાવરકુંડલા ખાતે સન્માન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં શબ્દસેતુ પ્રણવ પંડયા, ભુમીકા આવકાર, આભારદર્શન હરેશ મહેતા કરશે. સ્વ.નાનાભાઇ હ.જેબલીયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર ર૦૧૮ શ્રીરામ મોરીને શ્રી મનુભાઇ પંચોળી 'દર્શક' સાહિત્ય સન્માન-ર૦૧૮ શ્રી કિરીટ દુધાતને અર્પણ કરાશે. આ ઉપરાંત શ્રી લલ્લુભાઇ શેઠ શિક્ષણ સન્માન-ર૦૧૮ લોકશાળા-ખડસલીને અપાશે. શ્રી ઉમાશંકર જોષી વિશ્વ ગુર્જરી સન્માન ર૦૧૮ વિપુલ કલ્યાણી (લંડન-યુકે) ને અપાશે.

જયારે કવિ સવજી પટેલ એવોર્ડ યુવા સાહિત્ય પ્રતિભા ર૦૧૬ અશોક ચાવડા 'બેદિલ' ર૦૧૭ હાર્દિક વ્યાસ, યુવા સંગીત પ્રતિભા ર૦૧૬ કલ્યાણી કૌઠાળકર અને ર૦૧૭ પ્રહર વોરાને અપાશે.

જયારે ડો.દિનુ ચુડાસમા સંપાદીત 'તલગજરડા' આંખ અને ગુણવંતી સેકયુલરીઝમનું લોકાર્પણ કરવામાં આવશે.

(4:06 pm IST)