Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાજય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જોડિયાની શાળા પુનઃ ઝળકી

જોડીયાઃ અહીની સાંઇ પ્રાથમિક શાળાની બાળાઓએ પાલીતાણા ખાતે યોજાયેલ રાજય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં  દ્વિતિય સ્થાન સતત ચોથા વર્ષે પ્રાપ્ત કરી સંસ્થા, પરિવારનું ગૌરવ વધાર્યુ છે. સંસ્થાના પ્રમુખ જગદીશ આર. વિરમગામા, આચાર્ય નંદાસણા જિતેન્દ્ર એન., ટ્રસ્ટી અજયભાઇ કાનાણી, હિતેષભાઇ ગોધાણી અને શાળા પરિવારે કલાવૃંદની બાળાઓને તથા કોરીઓગ્રાફી છત્રોલા સ્વાતીબેન, સંગીત આપનાર હિતેશભાઇ રામાવત અને ભગવાનજીભાઇ કાનાણીને શુભેચ્છા પાઠવી હતી. તસ્વીરમાં શિક્ષકો સાથે વિજેતા છાત્રાઓ દર્શાય છે.

(11:22 am IST)