Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

હવામાનને પારખીને ખેતી અને વાવણી કરનારા ખેડૂતો જ ખરા અર્થમાં સાચા હવામાનકારઃ અશોકભાઇ પટેલ

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઘંઘુસરમા માઁ ખોડિયાર જયંતીની ઉજવણીઃ 'પદ્મશ્રી' મથુરભાઇ સવાણીને 'ભીમશી એવોર્ડ'

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં સીમાડે વસેલુ વંથલી તાલુકાનું ખોબા જેવડુ ધંધુસર ગામ, આ ધંધુસર ગામની એક વિશેષતા એ છે કે અહીંનાં ગ્રામજનો ખંતીલા, સંદ્યભાવના અને પરિવારભાવ સાથે પ્રત્યેક અવસરને આનંદથી ઉજવે છે. પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ આ અનોખા ધંધુસર ગામને પાદરે  સમસ્ત ગ્રામજનોનાં સહકારથી ખોડલવનગૃપ દ્વારા માં ખોડીયારની જયંતી ઉજવાઇ હતી.

ગામની ઉજવણીમાં સહભાગી બનવા અને ધંધુસર ગામને રળીયામણુ બનાવવા જેણે સોણલુ સેવીને સૈારાષ્ટ્ર જલક્રાંતી, બેઠી બચાવો અભિયાન જેવી રાષ્ટ્રીય લોકજાગૃતિની મશાલ લઇને પદ્મશ્રીથી સન્માનીત શ્રી મથુરભાઇ સવાણી, હવામાન આગાહીકાર શ્રી અશોકભાઇ પટેલ, અખંડ ભારત અભિયાનનાં અધ્યક્ષ ભાવેશભાઇ વેકરીયા સહિત ગણમાન્ય ગામ પરગામનાં અનેક લોકો આ પ્રસંગે સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલ જયંતી પ્રસંગે આયોજીત મંચીય કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધતા મથુર સવાણીએ જણાવ્યુ હતુ કે ધંધુસરની ખેતી અને પશુપાલન પ્રેરણા સભર છે. ગામની પાણીની જરુરીયાતને ધ્યાને લઇને ગામનાં પાદરે વહેતી ઉબેણનાં નીરને સંચીત કરીને ગામની ખેતીને નવપલ્લવીત કરનાર ખેડુતો ધન્યવાદને પાત્ર છે. માત્ર પાણીનો સંચય જ કરીને સંતોષ માની લેવાને બદલે ટપક સિંચાઇ અને માઈક્રો પીયતપધ્ધતિને પણ ખેડુતોએ ખેતરમાં અવતરણ કરી અન્ય ખેડુતોને રાહબર બન્યા છે.

હવામાનનો ખરો વરતારો રજુ કરનાર આગાહીકાર અશોકભાઇ પટેલે ખેડુતો જ ખરા અર્થમાં સાચા હવામાનકાર હોય છે કારણ કે કુદરતનાં હવામાનને પારખીને ખેતી અને ખેતપાકની વાવણી કરનાર ખેડુતોની હવામાન અનુસાર વાવણી- પાક ફેરફાર કરવાની નિર્ણયશકિતને બીરદાવેલ છે.

અખંડભારત અભિયાનનાં ભાવશેભાઇ વેકરીયાએ ગામમાં સમૃધ્ધ પશુપાલન અને ખેતીકામને બીરદાવી જણાવ્યુ હતુ કે દરેક ગામડાનાં આદર્શ ખેતી કેવી હોય તેવુ જાણવા ઈચ્છુક ખેડુતોએ ધ;ધુસર ગામની ખેતી અને ખેતપધ્ધતી તથા પશુપાલન થકી દુધ ઉત્પાદનની વાત જાણવી જોઇએ. જો ખેતી સમૃધ્ધ બનશે તો ખેતી સંલગ્ન વ્યવસાયો થકી રોજગારી થકી આવકમાં વધારો થશે.

વયસ્ક નાગદાનભાઇ ડાંગરે ગ્રામજનોને આરોગ્ય બાબતે સજાગતા દાખવવા યોગ અપનાવવા હિમાયત કરી હતી. ખોડલવનગૃપ દ્વારા પદ્મશ્રી મથુરભાઇ સવાણીનું ધંધુસર ગામનાં સર્વોચ્ચ ભીમશી એવોર્ડથી સન્માન કરાયુ હતુ. જાણીતા આયુર્વેદાચાર્ય વજુદાદા, ઓસમ ડુંગરનાં માત્રી માતાના મંદિરનાં મહંત ભગતબાપુએ સમુહભોજનનાં સથવારે સત્ત્।કાર્યમાં સહયોગી બનનાર ગ્રામજનો અને રળીયામણા ઉત્વનાં સૈા આયોજકોને બીરદાવ્યા હતા.     

    કાર્યક્રમનું સફળ સંચાલન ગામનાં લોકસેવક અને ધંધુસર ગામનો સર્વાંગી વિકાસ કેમ થાય તેવી હૈયે હામ વસેલી છે તેવા કાળાભાઇ સિંધલે કર્યુ હતુ.  કાર્યક્રમનાં અંતે ખોડલવન ગૃપનાં પ્રમુખ નાગાજણભાઇ દિવરાણીયાએ ગ્રામજનો અને આમંત્રીત અતીથીઓનો આભાર વ્યકત કર્યો હતો. ગામનાં યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. (૨૧.૩)

(9:46 am IST)