Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ચોટીલામાં ઝુંપડપટ્ટીના બાળકોને સ્વેટર અપાયા

વઢવાણ,તા. ૨: બ્રિંગ અ સ્માઈલ ફાઉન્ડેશન હૈદરાબાદ અને રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના સંયુકત ચોટીલા બાળા ભોળા હનુમાન પાસે આવેલ સરણિયા વસાહત ઝુંપડપટ્ટી વિસ્તારના ૦ થી ૧૪ વર્ષ સુધીના ૮૦ જેટલા બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા.

બ્રિંગ અ સ્માઈલ ફાઉન્ડેશન હૈદરાબાદ અને રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ખરા અર્થે નવા વર્ષની ઉજવણી કરીને સમાજને એક નવી પ્રેરણા અને આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે લોકો જન્મદિવસ, એનિવર્સરી અને નવા વર્ષની ઉજવણી પાછળ અઢળક ખર્ચાઓ કરે છે ત્યારે રામ-રહીમ ફાઉન્ડેશન ના સભ્યો એ લોકોને આ માર્ગેથી વાળી એ પૈસાનો કોઈ સદુપયોગ કરી ગરીબના ઘરે અજવાળું કરવાની પ્રેરણા આપે છે. આજ ના આ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ચોટીલાના યુવા અને શિક્ષિત ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ચોટીલા મામલતદાર પી.એલ. ગોઠી, વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદભાઇ વ્યાસ, રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન પઠાણ અને પત્રકાર મિત્રો  ઉપસ્થિત રહ્યા હતા, આ તકે બ્રિંગ અ સ્માઈલ ફાઉન્ડેશન હૈદરાબાદના અર્ચનાબેન, કાર્તિકેય રાજા, ત્રીપ્તિબેન સહિત ના લોકો ઝુમ એપ થી ઓનલાઈન જોડાયા હતા.

આ કાર્યને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશનના વિજયભાઈ ચાવડા, મેહુલભાઈ ખંધાર, વિરમભાઈ ડાંગર, મોઇનખાન પઠાણ, પાયલબેન મોરી, જયોતિબેન સીતાપરા, નીતાબેન ચાવડા, રમાબેન ડાંગર, ઇમાનખાન પઠાણ, અરમાનખાન પઠાણ,રવિભાઈ ચાવડા સહિતના સભ્યોએ બાળકો ના સર્વે થી લઈ વિતરણ સુધીની જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)