Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

બગસરામાં દીપડાએ બાઈક પર જતાં ઉપ સરપંચ પર કર્યો હુમલો: ચકચાર

બાઈક ચલાવતી તેમણે ગળે મફલર અને શાલ ઓઢી હોવાથી બચાવ થયો હતો

બગસરા પંથકમાં આતંક મચાવનારા માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજે ફરી એક વખત દીપડાએ હુમલો કરતાં બગસરા પંથકમાં ચકચાર મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, બાઇક પર જઈ રહેલા ઉપ સરપંચ ઘેલાભાઈ ભાદાભાઈ સુહાગીયા પર દીપડાએ હુમલો કર્યો હતો. બાઈક ચલાવતી તેમણે ગળે મફલર અને શાલ ઓઢી હોવાથી બચાવ થયો હતો. દીપડાના નહોરના કારણે તેમનો શર્ટ ફાટી ગયો હતો અને લોહી નીકળ્યું હતું. ઘાયલ અવસ્થામાં તેમણે બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી.

(1:53 pm IST)