Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

માણાવદરની બે જીનીંગ મીલમાં તસ્કરો ખાબકયા લોખંડની તિજોરી લઇ જઇ હાથફેરો કર્યો

બંને જીનીંગમાંથી રૂ. ૧ લાખની વધુની રોકડની ચોરી

જુનાગઢ, તા. રઃ માણાવદરની બે જીનીંગ મીલમાં તસ્કરોએ ખાબકીને તરખાટ મચાવ્યો હોય જેમાં લોખંડની તિજોરી લઇ જઇ બાદમાં હાથફેરો કર્યો હતો. બંને જીનીંગમાંથી રૂ. ૧ લાખથી વધુની રોકડની ચોરી થઇ હોવાનું જાણવા મળેલ છે.

માણાવદરમાં મીતડી રોડ પર આવેલ વિરલ અને રોયલ ઇન્ડસ્ટ્રીઝ જીનીંગ મીલમાં રાત્રીના સમયે ખાબકયા હતા.

જેમાં મોહિતભાઇ ઠુંમરની વિરલ જીનીંગ મીલની ઓફિસના તાળા તોડી તસ્કરો લોખંડની તિજોરીને બહાર લઇ જઇ બાદમાં લોક તોડીને તેમાં રાખેલ હિસાબની રૂ. ૯૦ હજારની રોકડની ચોરી કરી હતી.

તેમજ રોયલ જીનીંગ મીલની ઓફિસની ચેમ્બરના લોક તોડી રૂ. ૧ર હજારનો હાથફેરો કર્યો હતો.

આમ બંને જીનીંગમાંથી રૂ. ૧.૦ર લાખની ચોરી થયાની ફરીયાદ મોહિત ઠુંમરે કરતા પીએસઆઇ એન.વી. આંબલીયાએ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)